મિશન ઑક્સિજન : મોદી સરકારનો મોટો નિર્ણય, ઈન્ડિયન નેવીના 7 વિશાળ જહાજ પાર પાડશે મિશન

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.30-04-2021

વિદેશથી ઓક્સિજન લાવવા ઈન્ડીન નેવીના સાત મોટા જહાજો કાર્યરત: આઈએનએસ કોલકાતા મેડિકલ સપ્લાય લેવા કતારના દોહામાં પહોંચ્યું, આઈએનએસ તલવાર 40 મેટ્રિક ટન લિક્વીડ ઓક્સિજન લઈને મુંબઈ આવી રહ્યું છે

ઓપરેશન સમુદ્ર સેતુ-2 હેઠળ બહેરીનના મનામા ખાતેથી 40 મેટ્રિક ટન લિક્વીડ ઓક્સિજન લઈને આઈએનએસ તલવાર મુંબઈ આવી રહ્યું છે તો ડિસ્ટ્રોયર તરીકે ઓળખાતા આઈએનએસ કોલકાતા નામનું વિશાળ ભારતીય જહાજ મેડિકલ સપ્લાય લેવા કતારના દોહામાં પહોંચ્યું છે.

આઈએનએસ કોલકાતા કુવેતમાંથી ઓક્સિજન ટેન્કર લાવશે. નેવીના પ્રવક્તા કમાન્ડર વિવેક માધવાલે જણાવ્યું કે આઈએનએસ કોલકાતા દોહાથી કુવેત તરફ જશે અને ત્યાંથી ઓક્સિજન ટેન્કર લાવશે. આઈએનએસ કોચી, આઈએનએસ ત્રિકંદ તથા આઈએનએસ તબારને પણ હિંદ મહાસાગરમાં તહેનાત કરાયા છે. આ જ રીતે આઈએનએસ ઐરાવત અને આઈએનએશ જલશવા પણ હિંદ મહાસાગરને પણ તહેનાત કરી રાખવામાં આવ્યાં છે.

ઈન્ડીયન એરફોર્સના વિમાનો મિશન ઓક્સિજનમાં જોડાયા: ઈન્ડીયન એરફોર્સના હેવી લિફ્ટ એરક્રાફ્ટ સી-17 ગ્લોબોમાસ્ટર-3 અને આીએલ-76 પણ દેશ-વિદેશમાંથી ખાલી કન્ટેનર્સ ટ્રાન્સપોર્ટ કરી રહ્યાં છે. આ વિમાનોએ દેશમાં અત્યાર સુધી 158 ખેપ મારી છે, 2271 મેટ્રિક ટન ક્ષમતાના 109 કન્ટેનર્સને એરલિફ્ટ કર્યાં છે. 830 મેટ્રિક ટન ક્ષમતાના 47 કન્ટેનર્સના ટ્રાન્સપોર્ટ માટે આ વિમાનોએ 28 ખેપ કરી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો