કોરોનાકાળમાં હેલ્થ વિભાગમાં સ્ટાફની અછત ઓછી કરવા લેવાયો આ નિર્ણય

Fitness Mantra Yoga Mat for Gym Workout and Yoga Exercise

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.01-05-2021

રાજ્યના આરોગ્ય વિભાગના તબીબી, ટેકનિકલ અને નોન ટેકનિકલ મળીને તમામ અધિકારી કે કર્મચારીઓની સેવા 31મી જુલાઇ સુધી લંબાવવામાં આવી છે. 30મી એપ્રિલે વયનિવૃત્ત થયેલા અધિકારી કે કર્મચારીને તેનો લાભ મળશે.

રાજ્યના પંચાયત અને શહેરી વિકાસ વિભાગ અંતર્ગત સેવારત આરોગ્ય અધિકારી કે કર્મચારીઓને પણ આ નિર્ણયનો લાભ આપવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ નિર્ણય પ્રમાણે હાલ રાજ્યના આરોગ્ય વિભાગના તમામ અધિકારી કે કર્મચારી કે જેઓ 30મી એપ્રિલ થી 30મી જૂન સુધી નિવૃત્ત થઇ રહ્યાં છે તેમની સેવાઓને 31મી જુલાઇ સુધી લંબાવવામાં આવી છે. કોરોના સંક્રમણના સમયમાં આરોગ્ય કર્મચારીઓની અછત નિવારવા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ નિર્ણય પ્રમાણે જે અધિકારી કે કર્મચારી 30મી એપ્રિલે નિવૃત્ત થયા છે તેમના હુકમો પણ રદ કરવામાં આવ્યા છે અને તેમની સેવાઓ 31મી જુલાઇ સુધી ચાલુ રાખવામાં આવશે.

આખા ગુજરાતમાં હાલમાં હેલ્થના સ્ટાફની અછત છે. હોસ્પિટલો ખોલી દેવામાં આવે છે. બેડની વ્યવસ્થા પણ થઇ જાય છે. ઓક્સિજન અને ઇન્જેકશન પણ કદાચ મળી જાય પંરતુ સ્ટાફ ક્યાંથી લાવશે તે મોટો સવાલ છે. હાલમાં મે મહિના આ અંત સુધીમાં કોરોનાની સ્થિતિ વધુ વકરે તેવી સંભાવના છે. તેને પગલે રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો હોવાનું જણાય છે. જોકે, ત્યાં સુધીમાં નવો સ્ટાફ ભરતી કરી લેવાય તેવી પણ સંભાવના છે. પંરતુ હાલ તો અનુભવી સ્ટાફની તાતી જરૂરિયાત છે. એટલે રાજ્ય સરકારે કરેલો આ નિર્ણય હાલ પૂરતો તો મદદમાં જ આવશે. 31 જુલાઇ સુધીમાં નવો સ્ટાફ આવે કે હંગામી સ્ટાફની ભરતી કરી લેવાય તે પછી નિવૃત્તિ આપી દેવાય તો વાંધો નહીં, તેમ જાણકારો કહે છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો