વાંકાનેર: ઈદ કરવા આવેલા એમ.ડી. ડોક્ટર વસીમભાઇએ “ગાયત્રી કોરોના કેર સેન્ટર” માં સેવા આપી માનવતા મહેકાવી

અનેક ક્રિટિકલ પેશન્ટની વિનામૂલ્ય સારવાર કરી કોમી એકતાનું પણ એક ઉદાહરણ પૂરું પાડ્યું

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.25-04-2021

(અજય કાંજીયા દ્વારા) વાંકાનેરમાં “ગાયત્રી કોરોના કેર સેન્ટર” ચાલી રહ્યું છે જ્યાં ઘણાબધા દર્દીઓ હાલ કોરોનાની સારવાર લઇ રહ્યા છે. જ્યાં લખનઉથી ઈદ કરવા આવેલા એક ડોક્ટર કે જે પોતે લખનઉમાં એમ.ડી. ઇન્ટર્ન કરે છે સેકન્ડ યરના સ્ટુડન્ટ છે અને એમ.ડી. તરીકે 25 વેન્ટિલેટરનો વોર્ડ સંભાળે છે તેઓ ઈદની રજામાં ઈદ કરવા વાંકાનેર આવ્યા હોય અને તેઓને વાનાનેરમાં “ગાયત્રી કોરોના કેર સેન્ટર” ચાલુ હોવાની માહિતી મળતા અને આ સેન્ટરમાં અમુક પેશન્ટ ક્રિટિકલ હોવાની માહિતી મળતા તેઓ સીધા જ આ ગાયત્રી કોરોના કેર સેન્ટરે દોડી ગયા હતા. સૌથી પહલે આ કેર સેન્ટરમાં આવી દર્દીઓની સારવારમાં સેવા આપી પછી જ પોતાના ઘરે ગયા હતા. તેઓ પહેલા ગાયત્રી કોરોના કેર સેન્ટરમાં પહેલા દર્દીઓની સારવાર આપી પછી જ ઘરે જાય છે. ઘણા ક્રિટિકલ પેશન્ટની સારવાર આ ડોક્ટરે કરી છે. માનવતાને ખાતર પોતે લખનઉના હોય તેમ છતાં તેઓ પોતાના વતનમાં લોકોની સેવા કરવા સ્વેચ્છાએ વિનામૂલ્યે સેવા આપવા આગળ આવ્યા છે. તેમના પિતાશ્રી પણ પોતે ડૉક્ટર છે અને તેઓ પણ સેવા આપી રહ્યા છે. આવા ડૉક્ટર જ ખરા અર્થમાં કોરોના વોરિયર્સ કહેવાને હક્કદાર છે. ડો વસીમભાઇને તથા તમામ નામી અનામી ડોક્ટર્સ કે જે માનવતા મહેકાવી રહ્યા છે એવા તમામ લોકોને દિવ્યક્રાંતિ મીડિયા પરિવાર તેમની ઉત્તમ માનવતાની સેવા બદલ તેઓને હાર્દિક અભિનંદન પાઠવે છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો