નીચલી અદાલતો માટે HCનો ઓર્ડર… ઓર્ડર

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.13-04-2021

રાજ્યમાં કોરોનાના કેસો સતત વધતા જઇ રહ્યાં છે. એવામાં કોરોનાની કહેર વચ્ચે ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ અને અન્ય જજીસની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા વધતા જતા કોરોનાના કેસોને ધ્યાને રાખી આ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. જેમાં નીચે મુજબની સૂચનાઓ આપવામાં આવી છે.

તારીખ 19 એપ્રિલ 2021થી રાજ્યની તમામ નીચલી કોર્ટો લઘુતમ સ્ટાફ સાથે વર્ચ્યુઅલ મૂડમાં કામ કરશે. જ્યુડિશીયલ ઓફિસર્સ પણ ઘરેથી જ કામ કરશે. સિવાય કે, અમુક તાલુકાઓ કે અંતરિયાળ વિસ્તારોમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટીનો ઇશ્યુ હોય અને ઘરેથી કામ કરી શકે તેવી સ્થિતિ ન હોય તો જ કોર્ટમાં આવવાનું રહેશે. કોઇ પણ જ્યુડિશીયલ ઓફિસર્સ, એડવોકેટ, પક્ષકારો, સાક્ષીઓ કે આરોપીની ગેરહાજરીમાં પ્રતિકૂળ ઓર્ડર પાસ નહીં કરી શકાય.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો