હવે કોઈ પણ ટેસ્ટમાં કોરોના પોઝિટિવ આવેલા દર્દીને મળશે રેમડેસિવીર ઇન્જેક્શન: દર્દીઓ માટે રાહતના સમાચાર

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.16-04-2021

પહેલા ફક્ત સારવાર લઈ રહેલા અને RT-PCR રિપોર્ટ પોઝિટિવ હોય તેવા દર્દીઓને જ રેમડેસિવીર ઇન્જેક્શન આપવામાં આવતા હતા. રાજ્યના આરોગ્ય વિભાગ (Health department) તરફથી કોરોના દર્દીઓને રાહત (Corona patient) મળે તે માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. કોવિડ-19ના દર્દીઓને સારવાર મળી રહે તે હેતુથી હવે કોરોના પોઝિટિવ હોય તેવો કોઈ પણ રિપોર્ટ હશે તેને રેમડેસિવીર ઇન્જેક્શન (Remdesivir Injection) મળી શકશે. પહેલા ફક્ત સારવાર લઈ રહેલા અને RT-PCR રિપોર્ટ પોઝિટિવ હોય તેવા દર્દીઓને જ રેમડેસિવીર ઇન્જેક્શન આપવામાં આવતા હતા. હવેથી જે દર્દીઓનો HRCT રિપોર્ટ કે પછી રેપિડ એન્ટીજન ટેસ્ટ રિપોર્ટ ( RAT) પોઝિટિવ હોય તેવા દર્દીઓને પણ રેમડેસિવીર ઇન્જેક્શન મળશે.

ઉલ્લેખનીય છે કે હાલ રાજ્યમાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો છે. સંકટના સમયમાં દર્દીઓને જીવ બચાવવા માટે રેમડેસિવીર ઇન્જેક્શન ખૂબ ઉપયોગી છે. હાલ તેની અછત વર્તાઈ રહી છે, જેના પગલે કાળાબજાર પણ થઈ રહ્યા છે. બીજી તરફ આરોગ્ય તંત્ર તરફથી કોરોનાના દર્દીઓને રાહત મળે તે માટે RT-PCR રિપોર્ટ સિવાય પણ કોવિડ પોઝિટિવ આવેલા દર્દીઓને સારવાર માટે રેમડેસિવીર ઈન્જેકશન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો