ઉમિયા નવરાત્રી મહોત્સવ સમિતિ દ્વારા કોવિડ સેન્ટરને રૂ.2.51 લાખ અને એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરાઈ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.14-04-2021

મોરબી : કોવિડના દર્દીઓને વધુ સારી સઘન સારવાર મળી રહે તે માટે ઉમિયા નવરાત્રી મહોત્સવની ટીમ આગળ આવીને મોરબીના પટેલ કન્યા છાત્રાલયમાં આ કોવિડ સેન્ટરને રૂ.2.51 લાખ અને એમ્બ્યુલન્સ વ્યવસ્થા કરી આપવામાં આવી છે.

મોરબીના શનાળા રોડ નવા બસ સ્ટેન્ડ પાછળ આવેલ પટેલ કન્યા છાત્રાલયમાં કોરોનાના દર્દીઓની સારવારને પહોંચી વળવા 300 બેડ સાથેનું કોરોના કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. જેમાં સહાયની જરૂરિયાત ઉભી થતા ઉમિયા નવરાત્રી મહોત્સવની ટીમ આગળ આવી હતી અને આ ટીમ દ્વારા કોવિડ કેર સેન્ટરને રૂ.2.51 લાખનું રોકડ અનુદાન અને એક ઇમરજન્સી સેવા માટે એમ્બ્યુલન્સની પણ સુવિધા ઉપલબ્ધ કરી આપવામાં આવી હતી.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો