કોરોનાથી બચવા તડકે બેસો, સૂર્યપ્રકાશ કોવિડને નિષ્ક્રિય કરતો હોવાનો એક અભ્યાસમાં દાવો

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.15-04-2021

જે વિસ્તારોમાં તડકો પડતો હોય તે વિસ્તારના લોકો પર કોરોનાનો ખતરો ઓછો છે. તડકાના કારણે લોકો ઉપર અલ્ટ્રા વાયોલેટ-એ કિરણો વધુ પડે છે.

કોરોના વાયરસ મહામારી (Coronavirus Pandemic) વર્તમાન સમયે લોકોની જીવનશૈલી (Lifestyle) સાથે સંકળાઈ ચૂકી છે. કોરોનાની બીજી લહેરે (Coronavirus second wave) લોકોના આરોગ્ય પર વધુ ગંભીર અસર પાડી છે. હાલ દેશમાં રસીકરણ માટેની પ્રક્રિયા તો ચાલુ જ છે પણ રસીકરણ (Corona vaccination) થયું હોવા છતાં અનેક લોકો કોરોના સંક્રમણનો ભોગ બન્યા હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આવા સમયે માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સિંનું પાલન કરવું આવશ્યક બની જાય છે. બીજી તરફ એક અભ્યાસમાં સૂર્ય પ્રકાશથી કોરોનાનો ખતરો ઓછો થતું હોવાનું તારણ કાઢવામાં આવ્યું છે. 1. સૂર્યપ્રકાશ કોરોનાનો ખતરો ટાળે છે: હાલ કોરોનાના ઇલાજ અંગે અલગ અલગ પદ્ધતિ પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. તાજેતરમાં એક અભ્યાસ પરથી જાણવા મળ્યું છે કે તડકો કોરોના મહામારી સામે રક્ષક બની શકે છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો