સારવાર માટે જવું તો જવું ક્યાં? એશિયાની સૌથી મોટી હોસ્પિટલ કોરોના દર્દીઓથી ફુલ ! દર્દીઓને NO ENTRY

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.11-04-2021

ગુજરાતમાં કોરોના વાયરસે ભરડો લીધો છે. હવે કોરોના નવા દર્દીઓનો આંકડો સરેરાશ 5000 ની આસપાસ પહોંચી ચુક્યો છે. ખાસ કરીને ગુજરાતના ચાર મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં સ્થિતી ખુબ જ ભયાનક છે. સુરત અને અમદાવાદની સ્થિતી તો એટલી ગંભીર બની છે કે એક પછી એક હોસ્પિટલનાં બેડ પણ ફુલ થઇ રહ્યા છે. દર્દીઓને યોગ્ય સારવાર નથી મળી રહી અને કેટલાક કિસ્સામાં બહાર લોબીમાં બેસાડીને સારવાર અપાઇ રહી હોવાનું સામે આવી રહ્યું છે. તેવામાં હવે વડોદરા બાદ અમદાવાદમાં પણ બેડ ફુલ થઇ ચુક્યા છે.

અમદાવાદ સિવિલ કેમ્પસમાં આવેલી 1200 બેડ કોવિડ હોસ્પિટલમાં નવા કોરોનાના દર્દીઓ માટે પ્રવેશ બંધ કરાયો છે. 1200 બેડ કોવિડ હોસ્પિટલના ઓક્સિજન, વેન્ટિલેટર સહિત તમામ બેડ ફૂલ થયા છે. હવે એક પણ દર્દીને દાખલ કરી શકાય તેમ નથી. કોરોનાના કેસો વધતા તમામ બેડ ફૂલ થઈ જતા 1200 બેડ કોવિડ હોસ્પિટલમાં હવે નવા કોરોનાના દર્દીઓને પ્રવેશ નથી અપાઈ રહ્યો. નવા કોરોનાના દર્દીઓ અન્ય હોસ્પિટલમાં જવા મજબૂર બન્યા છે. કોરોનાના કેસો વધતા સતત સિવિલ કેમ્પસમાં સતત કોરોના બેડ વધારવા છતા પણ હવે ન પહોંચી વળાય તેવી સ્થિતી પેદા થઇ છે.

1200 બેડ હોસ્પિટલ સિવાય સિવિલ કેમ્પસમાં આવેલી કિડની, હાર્ટ અને કેન્સર હોસ્પિટલમાં પણ બેડ વધારી સતત કોરોનાના દર્દીઓને સારવાર આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે. મંજુશ્રી મિલ કમ્પાઉન્ડમાં આવેલી નવી કિડની હોસ્પિટલમાં પણ કોરોનાના દર્દીઓ માટે બેડ ઉભા કરાયા છે. અમદાવાદમાં કોરોનાની સારવાર માટે સતત બેડ વધારવા છતાં દર્દી માટે બેડ મેળવવા થઈ રહ્યા છે મુશ્કેલ, સાથે જ રેમડેસીવીર ઈન્જેકશન બાદ હવે ખાનગી હોસ્પિટલમાં ઓક્સિજનનો જથ્થો પૂર્ણ થતાં પણ ડોકટરો પરેશાન થઈ રહ્યા છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો