મોરબી: 987 લોકોના ટેસ્ટ કરતા 218 પોઝિટિવ !!

મોરબી ભાજપ કાર્યાલયે યોજાયેલા ટેસ્ટિંગ કેમ્પમાં ચોંકાવનારો પોઝિટિવ લોકોનો આંકડો સામે આવ્યો

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.09-04-2021

મોરબી શહેરમાં આજે સનાળા રોડ પર સુપર માર્કેટ સામે આવેલ કાર્યાલય ખાતે વિનામૂલ્યે કોરોના ટેસ્ટિંગ કેમ્પ યોજાયો હતો. જેમાં દિવસ દરમાઈયં કુલ 987 લોકોના કોરોના ટેસ્ટિંગ કરવામાં આવ્યા હતા જેમાંથી 218 લોકોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા હતા.

રોજે રોજ 30 કે 32 પોઝિટિવ કેસ બતાવતા આરોગ્ય વિભાગના આંકડા સામે આજે ભાજપ કાર્યાલય ખાતે થયેલા ટેસ્ટિંગમાં 987 લોકો પૈકી 218 લોકો કોરોના પોઝિટિવ આવતા સરકારી અયોગ્ય વિભાગ ખુલ્લું પડી ગયું હતું.

પોઝીટીવ આવનાર તમામ લોકોને દવા આપી હોમ ક્વોરેન્ટાઇન કરી દેવામાં આવ્યા છે.

આમ મોરબીમાં સરકારી આરોગ્ય તંત્ર અને જિલ્લા વહીવટી તંત્રની પોલ ભાજપ કાર્યાલયે હાથ ધરવામાં આવેલ ટેસ્ટમાં ખુલી ગયી હતી. આ આંકડાનો પર્સન્ટેજ બતાવે છે મોરબીમાં જો તમામ લોકોના ટેસ્ટ કરવામાં આવે તો આ આંકડા પરથી અંદાજ લગાવી શકાય છે મોરબીની સ્થિતિ કેવી હશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો