કોરોનાની વેક્સીન લેતા પહેલા ભૂલથી પણ ન કરશો આ કામ : ડોક્ટરોએ આપી ચેતવણી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.07-04-2021

આખી દુનિયામાં એકવાર ફરી કોરોના વાયરસના કેસ ઝડપથી વધવા લાગ્યા છે. જો કે વેક્સિન લાગવાના કારણે લોકો રાહતનો શ્વાસ લઈ રહ્યા છે અને વેક્સિન માટે પોતાનો વારો આવે તેની રાહ જોઇ રહ્યા છે. જો તમે પણ કોરોના વાયરસની વેક્સિન લગાવવા ઇચ્છે છો તો તમારે કેટલીક વાતો ધ્યાનમાં રાખવાની જરૂર છે. હેલ્થ એક્સપર્ટ્સે એવા કામ જણાવ્યા છે જે વેક્સિન લગાવવાના 24 કલાક પહેલા બિલકુલ ના કરવા જોઇએ.

દુ:ખાવાની કોઈ પણ દવા ના લો: હળવા દુ:ખાવામાં લોકો ઘણીવાર કોઈ પણ સામાન્ય પેઇન કિલર ખાઈ લે છે, પરંતુ જો તમારે વેક્સિન લગાવવાની છે તો આના 24 કલાક પહેલા કોઈ પણ પ્રકારની દવા ના ખાઓ. ડૉક્ટર્સનું કહેવું છે કે દુ:ખાવાની કેટલીક સામાન્ય દવાઓ વેક્સિન પ્રત્યે ઇમ્યૂન સિસ્ટમ રિસ્પોન્સને ઓછો કરી શકે છે. આ કારણે વેક્સિન લગાવવાથી પહેલા આ ના લેવી જોઇએ. હા, વેક્સિન લગાવ્યા બાદ દુ:ખાવો થવા પર તમે આ દવાઓ લઈ શકો છો.

દારૂ ના પીવો: વેક્સિન લગાવવાથી પહેલા આલ્કોહોલ બિલકુલ પણ ના લો. ડૉક્ટર્સનું કહેવું છે કે દારૂના કારણે તમને ડિહાઇડ્રેશન અને હેંગઓવર થઈ શકે છે, જે વેક્સિનને બેઅસર કરી શકે છે. વેક્સિન લગાવવાથી પહેલા ખૂબ પાણી પીવા અને હાઇડ્રેટેડ રહેવાની સલાહ આપવામાં આવે છે.

મોડી રાત સુધી ના જાગો: વેક્સિન લગાવવાથી એક રાત પહેલા મોડી રાત સુધી ના જાગો. હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે સારી અને સંપૂર્ણ ઊંઘ લેવાથી શરીરની ઇમ્યૂન સિસ્ટમ વેક્સિન પ્રત્યે સારો રિસ્પોન્સ આપે છે. વેક્સિન લગાવવાથી પહેલા જ નહીં, પરંતુ વેક્સિન લગાવ્યા બાદ પણ સારી ઊંઘ લેવી જરૂરી છે.

એ દિવસે કોઈ બીજી વેક્સિન ના લગાવો: સામાન્ય રીતે કોઈ પણ બે વેક્સિન એક દિવસમાં લગાવરાવી શકાય છે, પરંતુ કોરોના વેક્સિનના કેસમાં ડૉક્ટર્સ આવું કરવાની મનાઈ કરી રહ્યા છે. જો તમે ફ્લૂની અથવા કોઈ બીજી વેક્સિન લગાવરાવી છે તો તમારે ઓછામાં ઓછા 14 દિવસ બાદ વેક્સિન લગાવવી જોઇએ. આ જ રીતે જો તમે કોવિડ વેક્સિન લગાવી લીધી છે તો બીજી કોઈ વેક્સિન લગાવવા માટે 14 દિવસની રાહ જુઓ.

કોઈ પણ પ્રકારની લાપરવાહી ના રાખો: વેક્સિન લગાવવા જતા સમયે તમારે કોરોનાને લઇને સાવધાનીઓ રાખવી જોઇએ. કોઈ પણ વેક્સિન ઇમ્યૂનિટી બનાવવામાં સમય લે છે આ કારણે આ સમય દરમિયાન લાપરવાહી ના રાખો. માસ્ક જરૂર પહેરો, ટ્રાવેલ કરવાથી બચો, ભીડવાળી જગ્યાએ ના જાઓ, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરો, હાઇજીન બનાવી રાખો અને વેક્સિનના બે ડોઝ લેવાનું ના ભૂલો.

વેક્સિન લગાવ્યા બાદ ઉતાવળ ના કરો: વેક્સિન લગાવ્યા બાદ હૉસ્પિટલથી બહાર આવવાની ઉતાવળ ના કરો. હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે વેક્સિન લગાવવાથી ઓછામાં ઓછી 15 મિનિટ સુધી એ જ જગ્યા પર રહેવું જોઇએ. આના કારણે તમે કોઈ પણ ગંભીર સાઇડ ઇફેક્ટ જોવા મળતા ડૉક્ટરનો તરત સંપર્ક કરી શકો છો.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો