(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.04-04-2021
મોરબી જિલ્લામાં કોરોનાની બીજી લહેર ઘાતક સ્વરૂપ ધારણ કરી રહી છે કોરોના નિયંત્રણ કરતી જિલ્લા પંચાયત કચેરીમાં એક પછી એક અધિકારીઓ કોરોના પોઝીટીવ થઇ રહ્યા છે, જિલ્લા પંચાયતમાં અડધા ડઝન અધિકારીઓ કોરોના પોઝિટિવ આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
મોરબી જિલ્લા પંચાયત કચેરીના ડીડીઓ ભગદેવ ગત અઠવાડિયે કોરોના સંક્રમિત બન્યા બાદ ડેપ્યુટી ડીડીઓ વસોયા અને ત્યાર બાદ ગઈકાલે બીજા ડેપ્યુટી ડીડીઓ ઇલાબેન ગોહિલ પણ કોરોના પોઝિટિવ થયા છે.
જિલ્લા પંચાયતના હિસાબી અધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી, ખેતીવાડી અધિકારી આરોગ્ય વિભાગના અધિકારી તેમજ અન્ય કર્મચારીઓ અને શિક્ષકો પણ કોરોનાની ઝપટે ચડ્યા છે અને છેલ્લા દસેક દિવસમાં જિલ્લા પંચાયતના અડધા ડઝનથી પણ વધુ અધિકારી અને કર્મચારી કોરોના સંક્રમિત બનતા કચેરીમાં ફફડાટ વ્યાપી ગયો છે.
હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો