જ્યાં કોરોના ત્યાં ‘મીની’ લોકડાઉન

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.03-04-2021

કોરોનાની પહેલી કરતાં ત્રણ ગણી તેજ ત્રીજી લહેરથી હાહાકાર

એઈમ્સના ડાયરેકટર ડૉ.રણદીપ ગુલેરિયાએ કહ્યું જ્યાં કેસ વધશે ત્યાં કંટેઇન્મેન્ટ ઝોન જાહેર કરી ‘મીની’ લોકડાઉન લાદવું જરૂરી

ભારતમાં કોરોના લહેરની ત્રીજી લહેર પહેલી લહેરની સરખામણીમાં ત્રણ ગણી તેજ છે. દેશમાં શુક્રવારે એક જ દિવસમાં કોવિડ 19ના 88988 કેસ સામે આવ્યા છે. ગત 24 કલાકમાં અંદાજે 10 હજારથી વધુ કેસની છલાંગ લગાવાઈ છે. આ સપ્ટેમ્બર 2020માં પહેલીવાર થયું હતું. ગત વખતે 26 સપ્ટેમ્બરના રોજ એક જ દિવસમાં કોરોનાના નવા 10 હજાર કેસ વધ્યા હતા.

દેશભરના ઘણા રાજ્યોમાં કોરોના સંક્રમિતના આંકડા ઝડપથી વધી રહ્યા છે. તેને કાબુ કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર તમામ પ્રયત્નો કરી રહી છે, પરંતુ તેમ છતાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 80 હજારથી વધુ કેસ સામે આવ્યા છે. એવામાં લોકોમાં ભય વધી રહ્યો છે અને તેમના મનમાં ઘણા સવાલો ઉભા થઈ રહ્યા છે. આ સવાલોના જવાબ આપવા માટે એઈમ્સના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાએ

એઈમ્સ કહ્યું, મને ભય છે કે, આ વર્ષે કોરોનાનો પિક 1 લાખને પાર કરી શકે છે. જોકે આપણે ગયા વર્ષે ઘણું શીખ્યા છીએ. અમારી પાસે આઇડિયા છે કે, કેવી રીતે કોવિડ ઇન્ફેક્શનને રોકી શકાય છે, વેક્સીનનો સપોર્ટ છે. પરંતુ જે તેજીથી સંક્રમિતોના આંકડા વધી રહ્યા છે તે કહેવું ખોટું નથી કે, કોરોના ગત વર્ષના પિક રેકોર્ડ આ વર્ષે તોડશે. ત્યારે જેમ જેમ કોરોનાના કેસ વધશે હોસ્પિટલોમાં પણ દબાણ વધશે. આ ખુબજ ગંભીર સ્થિતિ હશે જ્યારે એક સાથે કોવિડ અને નોન કોવિડ દર્દીઓની સારવાર કરવી પડશે.

ડો. ગુલેરિયાએ કહ્યું કે, આખા દેશમાં કોરોના લોકડાઉન લાગવું મુશ્કેલ છે. પરંતુ જ્યાં કોરોનાના વધારે કેસ આવી રહ્યા છે. તે એરિયાને આપણે કંટેઇન્મેન્ટ ઝોન જાહેર કરવો પડશે. ત્યાં ‘મીની’ લોકડાઉન જેવી સ્થિતિ કરવી પડશે, જેથી લોકો તે એરિયાથી બહાર ના જઈ શકે અને સંક્રમણને કાબુ કરી શકાય. આ ‘મીની’ લોકડાઉન ત્યાં સુધી રહેશે જ્યાં સુધી અમે તેમ ન કહી શકીએ કે આ એરિયામાંથી લોકડાઉન હટાવવામાં આવી રહ્યું છે. આ પ્રકારે લોકડાઉનની જરૂરિયાત અમે આવનારા સમયમાં કરી શકીએ છીએ. પરંતુ આખા દેશમાં લોકડાઉન કરવાથી બહુ ફાયદો થશે નહીં.

કોરોનાની ત્રીજી લહેરમાં એ અંદાજ લગાવી શકાય છે કે, અંદાજ 20 દિવસમાં જ રોજિંદા કેસનો આંકડો 80 હજારને પાર થઈ ગયો છે. 12 માર્ચના રોજ કોરોનાના રોજિંદા કેસ માત્ર 20 હજાર રૂપિયા હતા. તેના બાદ 1 એપ્રિલના રોજ 80 હજારને પાર પહોંચી ગયા છે. આ રીતે કોરોનાની ત્રીજી લહેર પહેલી લહેરની સરખામણીમાં ત્રણ ગણી તેજ છે.

ગુજરાત સહિત 11 રાજયોમાં સ્થિતિ ગંભીર: કોરોનાના દૈનિક કેસની સંખ્યામાં સતત થઈ રહેલા ચિંતાજનક વધારાને ધ્યાનમાં રાખીને કેબિનેટ સચિવના અધ્યક્ષપદ હેઠળ કોવિડ સમીક્ષાબેઠક યોજવામાં આવી હતી. તમામ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશના મુખ્ય સચિવો, ડીજીપી, આરોગ્ય સચિવો સાથેની આ ઉચ્ચ સ્તરીય સમીક્ષાબેઠકનું અધ્યક્ષપદ સંભાળતા કેબિનેટ સચિવ રાજીવ ગૌબાએ કોરોનાને અંકુશમાં લેવા કડક પગલાં લેવાની સૂચના આપી હતી.

આરોગ્ય ખાતાના જણાવ્યા અનુસાર મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટક, કેરળ, છત્તીસગઢ, ચંડીગઢ, ગુજરાત, મધ્ય પ્રદેશ, તમિળનાડુ, દિલ્હી અને હરિયાણા એમ 11 રાજ્યમાં કોરોનાને કારણે ગંભીર સ્થિતિ નિર્માણ પામી હોવાનું તેમણે કહ્યું હતું.

નિયમોનું પાલન ન કરનારાઓને દંડ કે શિક્ષા કરવા પોલીસ ઍક્ટ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઍક્ટ તેમ જ અન્ય કાયદાકીય અને વહીવટી જોગવાઈ લાગુ કરવા જેવી બાબતોને બેઠકમાં ઓછું મહત્ત્વ આપવામાં આવ્યું હતું.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો