કોરોનાએ અનેક પરિવારોની હોળી બગાડી, નવા 2270 કેસ, સુરત-અમદાવાદમાં ખરાબ સ્થિતિ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.28-03-2021

છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 2270 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ સાથે છેલ્લા 24 કલાકમાં 8 લોકોના મોત નીપજ્યા હતા.

ગુજરાતમાં કોરોનાનો વિસ્ફોટ (corona blast) થયો છે ત્યારે આજે હોળીના દિવસે પણ કોરોનાએ માજા મુકી હતી. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 2270 નવા (gujarat corona update) કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ સાથે છેલ્લા 24 કલાકમાં 8 લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે રાજ્યમાં વધુ 1605 દર્દીઓ (corona patient) સાજા થઈને ઘરે પરત ફર્યા છે.

ગુજરાત આરોગ્ય વિભાગ દ્વારા આપેલા આંકડા પ્રમાણે અત્યાર સુધીમાં કુલ 45,66,141 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 6,29,222 વ્યક્તિઓના બીજા ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે. આમ કુલ 51,95,363 રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. આજે 60 વર્ષથી વધુ ઉંમરના તેમજ 45થી 60 વર્ષના ગંભીર બિમારી ધરાવતા કુલ 1,26,396 વ્યક્તિઓનું રસીકરણ કરાયું છે. અત્યારે સુધીમાં એકપણ વ્યક્તને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી.

રાજ્યમાં કોવિડ-19ના 2270 દર્દીઓ નોંધાયા છે અને રાજ્યભરમાંથી 1605 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. આમ રીકવરી રેટ 94.68 ટકા જેટલો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં આરોગ્ય વિભાગના સઘન પ્રયાસોના લીધે 2,48,846 ટકા જેટલો છે. રાજ્યમાં અત્યાર સુધી આરોગ્ય વિભાગના સઘન પ્રયાસોના લીધે 2,84,846 દર્દીઓ કોરોના મૂક્ત થયા છે.

રાજ્યમાં વિવિધ અમદાવાદ કોર્પોરેશનમાં 2 દર્દી, રાજકોટ કોર્પોરેશનમાં 2 દર્દી, સુરત કોર્પોરેશનમાં 2 દર્દી, સુરતમાં 1 અને વડોદરા કોર્પોરેશનમાં 1 દર્દીનું મોત નીપજ્યું છે. આ ઉપરાંત રાજ્યમાં વિવિધ જીલ્લાઓમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાની સ્થિતિની વાત કરીએ તો સુરત કોર્પોરેશનમાં 611, અમદાવાદ કોર્પોરેશનમાં 607, વડોદરા કોર્પોરેશનમાં 202, સુરતમાં 164, રાજકોટ કોર્પોરેશન 159, રાજકોટમાં 38, વડોદરા 30, ભાવનગર કોર્પોરેશન 28, મહેસાણામાં 26 કેસ, અમરેલીમાં 24 કેસ, જામનગર કોર્પોરેશનમાં 24 કેસ કચ્છમાં 23, પાટણમાં 23, દાહોદમાં 22 અને ખેડામાં 22 કેસ નોંધાયા હતા.

આ ઉપરાંત ગાંધીનગરમાં 19 કેસ, પંચમહાલમાં 19 કેસ, આણંદમાં 17 કેસ, નર્મદામાં 17, ભરૂચમાં 16, જામનગરમાં 15, વલસાડમાં 13, મોરબીમાં 12, નવસારીમાં 12 અને મહિસાગરમાં 11 કેસ નોંધાયા છે. ત્યારે આ ઉપરાંત અન્ય જિલ્લાઓમાં 10 કરતા ઓછા કેસ નોંધાય છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો