કોરોનાની મહામારી વચ્ચે અસલાલીમાં લોકોની ટ્રીટમેન્ટ કરતો બોગસ ડૉક્ટર ઝડપાયો

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.25-03-2021

કોરોનાની મહામારી વચ્ચે કોઇપણ પ્રકારની ડિગ્રી વગર અસલાલી પાસે ભાત ગામમાં જીલ ક્લિનિકના નામે વર્ષોથી ગેરકાયદે દવાખાનું ચલાવતા બોગસ ડૉક્ટરને પોલીસે ઝડપી પાડયો છે, દવાખાનામાંથી અલગ  અલગ કંપનીની એલોપેથીક દવાનો જથ્થો તથા મેડિકલના સાધનો સહિત કુલ રૃા. ૬૬ હજારનો મુદ્દામાલ કબજે કરીને વધુ તપાસ હાથ ધરી છે.

ભાત ગામમાં પોલીસે દરોડો પાડીને  અલગ  અલગ કંપનીની દવાનો જથ્થો તથા મેડિકલ સાધનો સહિત રૃા. ૬૬ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો

અમદાવાદ જિલ્લા પોલીસને  ખાનગી બાતમી આધારે અસલાલી પાસે આવેલા ભાત ગામમાં આજે દરોડો પાડયો હતો અને ત્યાં કોઇપણ પ્રકારની ડિગ્રી વગર વર્ષોથી  જીલ ક્લિનિકના નામથી દવાખાનું ચલાવીને એલોપેથીક તબીબ તરીકે નોકરી કરતા અંકિતકુમાર દિનેશભાઇ શાહ (રહે ઃ દેવ વિહાર સોસાયટી,સરોડા રોડ, કલીકુંડ ધોળકા ) ખાતે રહેતા બોગસ ડૉક્ટરની ધરપકડ કરી હતી.

પોલીસે દવાખાનામાંથી તપાસ કરતાં ત્યાંથી  વિવિધ કંપનીની દવાનો જથ્થો તથા  મેડિકલના સાધનો મળી કુલ રૃા. ૬૬,૦૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપી સામે અસલાલી પોલીસ સ્ટેશનમાં  ધી ગુજરાત રજિસ્ટર મેડિકલ પ્રેકટીસ એકટ ૧૯૬૩ની કલમ ૩૦ મુજબ ગુનો નોધી વધુ  તપાસ હાથ ધરી  છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો