ગુજરાત યુનિવર્સિટીની મોકૂફ થયેલી પરીક્ષા વિષે નવી જાહેરાત, આખો કાર્યક્રમ નવેસરથી જાહેર

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.23-03-2021

ગુજરાત યુનિવર્સિટીએ કોરોનાના કેસ વધવાના કારણે 18મી માર્ચના રોજ પરીક્ષા મોકૂફ કરી હતી તેનો નવેસરથી કાર્યક્રમ જાહેર કર્યો છે. નવા કાર્યક્રમ મુજબ 12મી એપ્રિલથી આ પરીક્ષા ઓફલાઈન લેવાશે. અલબત્ત યુનિવર્સિટીએ હવે પછીની પરીક્ષા ઓનલાઈન મોડથી લેવા વિશે વિચારણા શરૂ કરી છે.

યુનિવર્સિટી સંલગ્ન આર્ટસ, કોમર્સ, સાયન્સ, લો, એજ્યુકેશન વિદ્યાશાખાની ગત તા.18-3થી પરીક્ષા શરૂ થઈ હતી. પરંતુ એક પેપર પુરું થયા બાદ કોરોનાના કેસ વધી જતા મોકૂફ રાખવામાં આવી હતી. સરકારે 10 એપ્રિલ સુધી તમામ સ્કૂલ-કોલેજ બંધ રાખવા આદેશ કર્યો છે. જેથી યુનિવર્સિટીએ નવા પરીક્ષા કાર્યક્રમ પ્રમાણે તા.12-4થી બીએ, બીકોમ, બીએસસી, બીબીએ, બીસીએ, બીએડ, બીએસસી એફએડી, બીએસસી ફાયરના સેમેસ્ટર-1 અને ઈન્ટીગ્રેટેડ લોના સેમેસ્ટર-4, 6, 8ની પરીક્ષા બેઠક વ્યવસ્થા મુજબ અને અગાઉના એડમિટ કાર્ડ દ્વારા લેવામાં આવશે.

માત્ર એક પેપર લીધા બાદ પરીક્ષા મોકૂફ થવાના કારણે 70,૦૦૦ વિદ્યાર્થીઓ હેરાન થયા છે. યુનિવર્સિટીએ ઓનલાઈન મોડથી પરીક્ષા લેવા અંગે વિચારણા કરી છે પરંતુ કશું ફાઈનલ નથી. જો કોરોનાના કેસ વધે તો ઓનલાઈન મોડ તરફ જઈ શકે છે. જો કેસમાં ઘટાડો નોંધાશે તો ઓફલાઈન મોડથી રાબેતા મુજબ પરીક્ષા લેવાશે તેવું પરીક્ષા વિભાગના સૂત્રોએ જણાવ્યું છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો