(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.21-03-2021
વિરાટ કોહલીએ કહ્યું, હું રોહિત શર્માની સાથે ઓપનિંગ પાર્ટનરશિપ કરવા માંગીશ અને આ જ લયને વર્લ્ડ કપ સુધી ચાલુ રાખવાનો પ્રયાસ કરીશ
ઈંગ્લેન્ડની વિરુદ્ધ પાંચમી અને નિર્ણાયક ટી20 મેચ (India Vs England)માં ઓપનર તરીકે આવીને ટીમ ઈન્ડિયા (Team India)ને જીત અપાવનાર કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli)એ પોતાના બેટિંગ ક્રમને લઈ મોટું નિવેદન આપ્યું છે. પાંચમી મેચથી પહેલા કોહલીએ ટી20 ફોર્મેટની 83 ઇનિંગમાં માત્ર 7 વાર જ ઓપનિંગ કર્યું હતું. પરંતુ જ્યારે લાંબા સમય બાદ તે રોહિત શર્માની સાથે ઓપનિંગ કરવા ઉતર્યો તો તેણે કોહરામ મચાવી દીધો.
ભારતીય કેપ્ટને 52 બોલમાં અણનમ 80 રન કરીને ઈંગ્લેન્ડને 225 રનનો પડકાર આપ્યો હતો. જેના જવાબમાં મહેમાન ટીમ નિર્ધારિત ઓવરમાં માત્ર 188 રન જ કરી શકી અને ભારતે 36 રનથી પાંચમી મેચ જીતવાની સાથે જ સીરીઝ ઉપર પણ કબજો કરી દીધો. કોહલી ટી20 વર્લ્ડ કપની તૈયારીઓને જોતાં આઇપીએલ (IPL 2021)ની આ સીઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) તરફથી ઓપનિંગ કરશે.
કોહલીએ મેચ જીત્યા બાદ કહ્યું કે, મેં પહેલા વિભિન્ન ક્રમ પરભ બેટિંગ કરી, પરંતુ હવે હું અનુભવી રહ્યો છું કે અમારી પાસે ઘણી મજબૂત બેટિંગ ક્રમ છે અને તે તે અમારા બે શ્રેષ્ઠ ખેલાડીઓ વિશે છે. તેથી હું રોહિતની સાથે ઓપનિંગ પાર્ટનરશિપ કરવા માંગીશ અને આ જ લયને વર્લ્ડ કપ સુધી ચાલુ રાખવા માંગીશ. ભારતીય કેપ્ટને કહ્યું કે, તે આઇપીએલમાં પોતાની ફ્રેન્ચાઇઝ માટે ઓપનિંગ કરશે.
હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો