મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ નો સમય 9 થી 6 નો કરાયો : હોટેલ માલિકોની હાલત કફોડી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.18-03-2021

અમદાવાદમાં કાલથી રાત્રે 09થી સવારે 6 સુધી રાત્રી કર્ફ્યૂ લાગૂ થશે. ત્યારે હવે હોટલ અને રેસ્ટોરન્ટની માંડ માંડ ગાડી પાટે ચડી ત્યાં ફરી એકવાર સરકારે રાત્રી કર્ફ્યુ લગાવી દેતા માલિકોમાં નિરાશા જોવા મળી રહી છે.

કોરોનાની મહામારીમાં ગુજરાતના વિવિધ ઉદ્યોગ-ધંધા-રોજગાર ધીમે ધીમે બેઠા થઈ રહ્યાં છે. પરંતુ હોટલ અને રેસ્ટોરન્ટ ઉદ્યોગ બેઠા થાય તેના પહેલા ફરી એક વખત રાત્રે 09 વાગ્યે કર્ફ્યુ લગાવવાના કારણે તેઓને ખુબ મોટું નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. ગુજરાતના ચાર મોટા શહેરોમાં કોરોનાનું સંક્રમણ ફેલાતુ અટકાવવા લાગુ પાડેલા રાત્રી કર્ફ્યુને કારણે, અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ શહેરના હોટલ તેમજ રેસ્ટોરન્ટ ક્ષેત્ર પ્રભાવિત થયુ છે. ગેટ ટુ ગેધર, નાના મોટા પ્રસંગે અપાતી પાર્ટી, લગ્ન સમારંભ વગેરે ના થતા હોટલ અને રેસ્ટોરન્ટ ક્ષેત્રની હાલત કફોડી છે.

એક સમય હતો કે લાગવા લાગ્યુ હતુ કે હવે કોરોના ગુજરાતમાંથી ધીમે રહીને વિદાય લઈ રહ્યો છે અને તેવામાંજ સરકારે કડક રહેવાના બદલે ચુંટણીયોજી રેલીઓ કરી, સભાઓ કરી, મેળાવડા કર્યા અને કોરોનાને ફરી આમંત્રણ આપ્યું. એટલુ જ નહીં બાકી રહી જતુ હતુ એટલે સ્ટેડીયમમાં મેચ યોજી સ્ટેડીયમ ફુલ ભર્યુ જેથી છેલ્લા અઠવા઼ડીયામાં ખુબ મોટા પ્રમાણમાં કોરોનાના કેસોમાં વધારો થયો અને તેના કારણે રાત્રે 9થી સવારે 6 વાગ્યોનો કર્ફ્યુ લાગાડ્યો અને કર્ફ્યુના લીધે માંડ માંડ ચાલુ થયેલી રેસ્ટોરનેટ ફરી એક વખત ક઼ફો઼ડી હાલતમાં ધકેલાઈ ગઈ.

90 ટકા લોકો સાંજે 9 વાગ્યા પછી જ જમવા આવે છે

કેટલીક જાણીતી રેસ્ટોરેન્ટની મુલાકાત લીધી ત્યારે રેસ્ટોરેન્ટના માલીકોએ દર્દભરી તેમની કહાની કહી. તેઓનું કહેવુ છે કે રેસ્ટોરેન્ટમાં લોકો સાંજે 9 વાગ્યા પછી જ જમવા આવતા હોય છે પરંતુ સરકારે 9 વાગ્યે કર્ફ્યુ લગાવ્યો છે, જેથી કરીને અમે સાંજના સમયે આવનાર વર્ગ 90 ટકા ઘટી ગયો છે. અમદાવાદમાં મોટા ભાગે લોકો સાંજે 9 વાગ્યા પછી જ રેસ્ટોરેન્ટમાં જમવાનો પ્લાન બનાવતા હોય છે. પરંતુ કર્ફ્યુના લીધે લોકો હવે સાંજના સમયે બહાર જમવાનું ટાળી રહ્યા છે અને જેના લીધે રેસ્ટોરેન્ટ માલિકોની હાલત કફોડી બની છે.

માંડ માંડ ગાડી પાટે ચડી ત્યાં ફરી એકવાર સરકારે રાત્રી કર્ફ્યુ લગાવી દીધો

લોકોના હિતમાં સરકાર દ્વારા નિણય લેવાય એ વ્યાજબી છે પરંતુ સરકાર જ્યારે રેલીઓ, સભાઓ અને નરેન્દ્રમોદી સ્ટેડીયમમાં જે મેચ યોજાઈ તેમાં ભરાયેલી જનમેદાનીને નજર અંદાજ કરી અને કોરોનાનો રાફડો ફાટ્યા બાદ અચાનક રાત્રી કર્ફ્યુ લાવ્યા. જેથી કરીને અમદાવાદની મોટા ભાગની રેસ્ટોરન્ટ સાંજના સમયે બંધ હાલતમાં હોય તેવી પરિસ્થિતિ થઈ ગઈ છે. કોરોનાના શરુઆતથી સતત રેસ્ટોરન્ટ બંધ રહ્યા બાદ છેલ્લા થોડાક સમયથી માંડ માંડ ગાડી પાટે ચડી અને ફરી એકવાર સરકારના આ નિર્ણયથી રેસ્ટોરેન્ટ માલીકોમાં નિરાશા જોવા મળી રહી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો