વોટ્સએપ યુઝર્સ માટે ખુશખબર : આ નવા ફિચર્સથી થઇ શકશે કોમ્પ્યુટરથી પણ વિડિઓ કોલ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.05-03-2021

કોમ્પ્યુટરમાં પણ વોટ્સએપથી થઇ શકશે વોઇસ-વીડિયો કોલ! આવી રીતે કરવું પડશે સેટઅપ

મોબાઈલમાં વોટ્સએપના માધ્યમથી મેસેજિંગ ઉપરાંત સરળતાથી વોઇસ અને વીડિયો કોલ થઈ શકે છે. હવે આ સુવિધા વોટ્સએપનો ઉપયોગ ડેસ્કટોપ પર કરતી વખતે પણ મળશે. વોટ્સએપના આ ફિચરની લાંબા સમયથી રાહ જોવાઇ રહી હતી. હવે ડેસ્કટોપ પરથી પણ વોટ્સએપ કોલિંગ ફિચરનો ઉપયોગ થઈ શકશે. આ કોલ એન્ડ ટૂ એન્ડ ઈન્ક્રિપ્ટેડ હશે. આ સુવિધા માટે ઘણા સમયથી કામ ચાલી રહ્યું હતું.

ડેસ્કટોપમાં વોટ્સએપ કોલ માટે શું જોઈશે? – પહેલા તો યૂઝરે પોતાના કોમ્પ્યુટરમાં ડેસ્કટોપ વોટ્સએપ નાખવું પડશે. મોબાઈલમાં વોટ્સએપ ઉપયોગ કરતા હોય તેને જ આ સુવિધા મળશે. તેમજ કોમ્પ્યુટર અને મોબાઈલ બંનેમાં ઈન્ટરનેટ એકટિવ હોવું જોઈએ. યૂઝરને વોઇસ કે વીડિયો કોલ કરવો હોય, તેના આધારે વોટ્સએપ વેબકેમ અથવા માઇક્રોફોનનો ઉપયોગ થશે. ઓડીઓ આઉટપુટ ડિવાઇસ અને માઇક્રોફોન કનેક્ટ હોવા જોઈએ. (

કેવી રીતે ડેસ્કટોપમાંથી વોટ્સએપ કોલ થશે? – જે યૂઝરને કોલ કરવો હોય તેની ચેટ ઓપન કરવાની રહેશે. ત્યાં વોઇસ અને વીડિયો કોલનો આઇકન દેખાશે. તમે એ આઇકન પર ક્લિક કરી શકો છો. મોબાઇલની જેમ આ પ્રક્રિયા સરળ જ છે. જોકે હજુ સુધી વોટ્સએપમાં ગ્રુપ ચેટનો વિકલ્પ અપાયો નથી.

ડિસપીયરિંગ મીડિયા ફીચર માટે પણ તૈયારી – વોટ્સએપ, ડેસ્કટોપ કોલ ઉપરાંત વધુ એક ફીચર નજીકના ભવિષ્યમાં લાવશે. અત્યારે ડિસપીયરિંગ મીડિયા ફીચર ઉપર વોટ્સએપનું ધ્યાન કેન્દ્રિત છે. ઈન્સ્ટાગ્રામમાં તો ઘણા સમયથી આ ફીચર આપવામાં આવે છે. ગત વર્ષે વોટ્સએપ દ્વારા ડિસપીયરિંગ મેસેજની સુવિધા અપાઈ હતી. હવે થોડા સમયમાં મીડિયા ડિસપીયરિંગ પણ થશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો