6 કરોડ PF ધારકોને કેન્દ્ર મારશે ‘ફટકો’

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.03-03-2021

મોંઘા પેટ્રોલ-ડીઝલ, એલપીજી અને સીએનજી, પીએનજીના ભાવ વધારા બાદ હવે બીજો એક આંચકો સહન કરવા તૈયાર થઈ જાવ. નાણાકીય વર્ષ 2020-21માં ઈપીએફનાં વ્યાજમાં ફરી ઘટાડો થવા જઈ રહ્યો છે. જો આવું થશે તો 6 કરોડથી વધુ પગારદાર વર્ગ માટે મોટો ઝટકો હશે. અત્યાર સુધી ઈપીએફ સબ્સક્રાઈબર્સ જે ગયા વર્ષ સુધી વ્યાજ નહીં મળવાને કારણે ચિંતામાં હતા હવે તેના પર બમણો બોજો પડવા જઈ રહ્યો છે.

સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, કોરોના મહામારી દરમિયાન લોકોએ મોટી સંખ્યામાં ઈપીએફ ઉપાડ કર્યો છે, આ સમય દરમિયાન ફાળોમાં પણ ઘટાડો થયો છે. જેના કારણે દર ઘટાડવાનું નક્કી કરી શકે છે. નવા દર પર નિર્ણય લેવા માટે 4 માર્ચના રોજ ઈપીએફઓ સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીની બેઠક થશે. એવામાં હાલની પરિસ્થિતિને જોતા દરમાં ઘટાડો કરવામાં આવશે તેવુ અનુમાન છે.

નાણાકીય વર્ષ 2020માં ઈપીએફઓની આવક પ્રભાવિત થઈ છે. ઙઝઈં સાથે વાત કરતાં ઈપીએફઓના ટ્રસ્ટી કે.ઇ. રઘુનાથને કહ્યું કે, તેમને કહેવામાં આવ્યું છે કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઓની બેઠક 4 માર્ચેના રોજ શ્રીનગરમાં મળશે. તેમને પ્રાપ્ત થયેલા ઈ-મેલમાં વ્યાજના દર વિશે કોઈ માહિતી આપવામાં આવી નથી. તમને જણાવી દઈએ કે, સરકારે નાણાકીય વર્ષ 2019-20 માટે 8.5 ટકા વ્યાજ આપવાની જાહેરાત કરી હતી,

સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઓએ અગાઉ કહ્યું હતું કે, 31 માર્ચના રોજ પૂરા થતાં નાણાકીય વર્ષમાં 8.5 ટકા વ્યાજ બે હપ્તામાં ચૂકવવામાં આવશે. એટલે કે 8.15 ટકા રોકાણથી અને 0.35 ટકા વ્યાજ ઇક્વિટીમાંથી ચૂકવવામાં આવશે.

7 વર્ષમાં ઈપીએફ પર સૌથી ઓછું વ્યાજ

નાણાકીય વર્ષ 2020માં ઈપીએફ પર 8.5% વ્યાજ મળ્યું હતું, જે 7 વર્ષમાં સૌથી ઓછું વ્યાજ છે. આ પહેલા નાણાકીય વર્ષ 2013માં ઈપીએફ પર વ્યાજ 8.5% હતુ. ગયા વર્ષે માર્ચમાં ઈપીએફઓએ વ્યાજ રિવાઈઝ કર્યુ હતું. આ પહેલા નાણાકીય વર્ષ 2019માં ઈપીએફ પર 8.65% વ્યાજ મળતું હતું. ઈપીએફઓએ નાણાકીય વર્ષ 2018માં 8.55% વ્યાજ ચૂકવ્યું હતું, જે આ પહેલા નાણાકીય વર્ષ 2016માં 8.8% હતું. અગાઉ નાણાકીય વર્ષ 2014 માં તે 8.75% હતુ. તમને જણાવી દઈએ કે, ઈપીએફના દેશભરમાં 6 કરોડ સબ્સ્ક્રાઇબર્સ છે. નાણાકીય વર્ષ 2020માં પણ આ કરોડો લોકોને કેવાયસીમાં થયેલી ગડબડીના કારણે વ્યાજ મળવામાં વિલંબ થયો હતો. તે પછી જો હવે વ્યાજના દરમાં ઘટાડો કરવામાં આવે તો તેના માટે મોટો ફટકો હશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો