JEEની બીજી પરીક્ષા યોજાશે 15-18 માર્ચે અને 27-30 એપ્રિલે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.03-03-2021

જેઈઈ મેઈનની પરીક્ષા આ વર્ષે બેને બદલે ચાર વખત લેવામા આવનાર છે ત્યારે ફેબુ્રઆરીની પરીક્ષા પૂર્ણ થયા બાદ નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા બીજી,ત્રીજી અને ચોથી પરીક્ષાની તારીખો જાહેર કરાઈ છે. ઉપરાંત વિદ્યાર્થીઓને ભરાયેલી પરીક્ષા ફોર્મ પાછા ખેંચવા અને ફોર્મ ભરવાનું બાકી રહી ગયુ હોય તો ભરવા માટે ફરી એક તક આપવામા આવી છે.

જેઈેઈ મેઈનની પ્રથમવારની પરીક્ષા 22થી28 ફેબુ્રઆરી દરમિયાન પૂર્ણ થઈ ચુકી છે. હવે બીજીવારની પરીક્ષા 15થી18 માર્ચ સુધી લેવાશે. ત્રીજીવારની પરીક્ષા 27થી30 એપ્રિલ સુધી લેવાશે. ત્યારબાદ 24થી28મે સુધી ચોથીવારની પરીક્ષા લેવાશે. અગાઉ જેઈઈ મેઈન પરીક્ષા માત્ર એક જ વાર એપ્રિલમાં લેવાતી હતી અને ત્યારબાદ બે-ત્રણ વર્ષથી વર્ષમાં બે વાર જાન્યુઆરી અને એપ્રિલ માં લેવાય છે.

આ વર્ષે કેન્દ્ર સરકારે વર્ષમાં ચાર વાર લેવાનુ નક્કી કર્યુ છે. ચાર સેશન

લેવાતી આ પરીક્ષામાં પ્રથમ સેશનની પરીક્ષા પૂર્ણ થઈ ચુકી છે ત્યારે હવે માર્ચ સેશનની પરીક્ષા માટે આજથી ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થઈ ચુક્યુ છે અને ફોર્મ સાથે ફી 6ઠ્ઠી સુધી ભરી શકાશે.

ત્રીજા અને ચોથા તબક્કાની પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખો હવે પછી જાહેર થશે. નેશનલ ટેસ્ટિંગ દ્વારા વિદ્યાર્થીઓને ખાસ સૂચના અપાઈ છે કે માર્ચ અને એપ્રિલમાં સેશનમાં લેવાનારી જેઈઈ મેઈન પરીક્ષા માત્ર ઈજનેરીના વિદ્યાર્થીઓ માટે જ લેવાશે.

આ પરીક્ષા માત્ર પેપર-1ની જ હશે. જ્યારે મેમાં લેવાનારી પરીક્ષા પેપર 1 અને પેપર -2 એમ બંને માટે લેવાશે.જેથી બી.આર્કિટેકચર અને બી.પ્લાનિંગમાં જવા માંગતા વિદ્યાર્થીઓ માટે પેપર-2ની પરીક્ષા હવે સીધી મેમાં લેવાશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો