CICSEબોર્ડની ધો.10-12ની પરીક્ષાની તારીખોનું એલાન

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.01-03-2021

બોર્ડ સામાન્ય રીતે ફેબ્રુઆરી-માર્ચમાં પરીક્ષાઓનું આયોજન કરે છે. આ વર્ષે કોરોનાને કારણે વિલંબ થયો છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેક્ધડરી એજ્યુકેશન (સીબીએસઇ) પણ આ સમયગાળા દરમિયાન દર વર્ષે સમય પરીક્ષાઓનું આયોજન કરે છે. તેણે ચાલુ વર્ષે મે-જૂન સુધીની પરીક્ષાઓ પણ આગળ લંબાવી છે.

બોર્ડના અધિકારીઓએ સોમવારે જણાવ્યું હતું કે 10 માં ધોરણની બોર્ડ પરીક્ષાઓ 5 મેથી અને આને 12મા ધોરણની પરીક્ષાઓ 8 એપ્રિલથી શરૂ લેવામાં આવશે. જુલાઇ સુધીમાં તેમના પરિણામોની અપેક્ષા છે.બોર્ડે કહ્યું કે 12 મી પરીક્ષા 8 એપ્રિલે કમ્પ્યુટર સાયન્સ (પ્રેક્ટિકલ) પ્લાનિંગ સેશનથી શરૂ થશે. તે 90 મિનિટનું પેપર હશે. બાકીના 9 એપ્રિલથી શરૂ થતાં બાકીના પેપર 3 કલાક માટે રહેશે.

વિદ્યાર્થીઓને તેમની શાળામાંથી ધોરણ 12નાં પ્રાયોગિક વિષયનું ટાઇમ ટેબલ મળશે. જેમાં ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, જીવવિજ્ઞાન, બાયોટેકનોલોજી, ભારતીય સંગીત, ફેશન ડિઝાઇનિંગ, શારીરિક શિક્ષણ, કમ્પ્યુટર સાયન્સ અને હોમ સાયન્સનો સમાવેશ થાય છે. અરથૂને કહ્યું કે, જવાબવહી તપાસવા માટે ઓનલાઇન અરજીઓ જમા કરવામાં આવશે.

થોડા દિવસો પહેલા સેન્ટ્રલ બોર્ડ ઓફ સેક્ધડરી એજ્યુકેશનએ પણ 10 મા -12 માં ની પ્રેક્ટિકલ પરીક્ષાની તારીખો જાહેર કરી દીધી છે. 10 મીથી 12 ની પ્રાયોગિક પરીક્ષાઓ 1 માર્ચથી 11 જૂન 2021 ની વચ્ચે રહેશે. ઈઇજઊએ તમામ શાળાઓને 11 જૂન સુધીમાં તમામ પ્રોજેક્ટ એસેસમેન્ટ અને ઇન્ટર્નલ એસેસમેન્ટ પૂર્ણ કરવા સૂચના પણ આપી છે. બોર્ડની પરીક્ષાઓ 4 મેથી 10 જૂન દરમિયાન લેવામાં આવશે. પરિણામ 15 જુલાઇ સુધીમાં જાહેર કરવામાં આવશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો