દેશ મંદીમાંથી બહાર આવી રહ્યો છે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.25-02-2021

લોન-ધિરાણ માંગ પણ વધવા લાગી છે : જાન્યુઆરી માસથી મેન્યુફેકચરીંગ સર્વિસ ક્ષેત્રમાં ગતિ: નિકલ ઓર્ડર જાન્યુ 2019ની સપાટીએ

કોરોના-લોકડાઉનનો કપરો કાળ પુરો કરીને આગળ વધી રહેલા ભારતના અર્થતંત્રમાં અનેક સારા સંકેત જોવા મળ્યા છે અને હવે મંદીને બાયબાય કહેવાની તપાસમાં ભારતમાં સેવાક્ષેત્ર અને ઉત્પાદન (મેન્યુફેકચરીંગ) બન્ને એક નવી ગતિ જોવા મળી છે અને બ્લુમબર્ગના સર્વેમાં આગામી નાણાકીય વર્ષમાં ભારત તેની વિકાસની રફતાર પકડી લેશે તેવી આગાહી થઈ છે. દેશમાં કંપનીઓ તેના ઉત્પાદન વધારી રહી છે અને ઉત્પાદકીય ક્ષેત્રમાં જબરી હકારાત્મક હિલચાલ જોવા મળે છે. કંપનીઓના વેચાણમાં વધારો થયો છે અને નિકાસના નવા ઓર્ડર પણ મળી રહ્યા છે. જાન્યુઆરીના રીડીંગ પોઈન્ટ મજબૂત સ્થિતી ધરાવે છે તેની આ કવાટરના અંતે વધુ સારી સ્થિતિ છે અને તે દર્શાવે છે કે 2020ના અંતિમ ત્રણ માસથી ભારત મંદીને પાછળ રાખીને આગળ વધે છે. બીઝનેસ એકટીવીટીનો સ્કોર 7 નોંધાયો છે. ઓર્ડર બુક પણ આ જ સ્થિતિમાં અને આઉટપુટ પ્રાઈઝ 6 પોઈન્ટ વધ્યા છે. દેશમાં જાન્યુઆરી નિકાસ ઓર્ડર વધતા શિપમેન્ટ વધ્યુ છે અને તે ફરી માર્ચ 2019ની સ્થિતિએ જવા લાગ્યું છે. બેન્કોની લોન ડિમાંડ જે લાંબા સમયથી નીચી હતી હવે વધવા લાગી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો