મોરબી: કૉંગ્રેસ આગેવાને હુમલા બાદ આઠ સામે નોંધાવી માર મારવાની ફરિયાદ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.16-02-2021

મોરબીમાં ગઈકાલે બપોરે સેવા સદન ખાતે વોર્ડ ન.01ના ભાજપ ઉમેદવાર દેવા અવાડિયા અને કૉંગ્રેસ આગેવાન કનું ઉર્ફે કર્નલ લાડવા વચ્ચે સામાન્ય બોલાચાલી બાદ મામલો બીચકયો હતો.

રાજ્યમાં (Gujarat) ભાજપ (BJP) , કૉંગ્રેસ (Congress) સહિત તમામ પક્ષો સ્થાનિક સ્વરાજની ચૂંટણીના (local bypoll Election) પ્રચારમાં એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. ત્યારે મોરબીમા (Morbi) ભાજપ અને કૉંગ્રેસનો વિખવાદ લોહિયાળ બની ગયાનો એક ફરિયાદ સામે આવી છે. કૉંગ્રેસ આગેવાન કનુ લાડવાના ભાઈ હરિ લાડવાએ પોતાના ભાઈ સાથે વોર્ડ ન.01ના ભાજપના ઉમેદવાર દેવા અવાડિયા સાથે સેવા સદન ખાતે થયેલી માથાકૂટનો ખાર રાખી દેવાભાઈના ભત્રીજા, ઇમરાન જેડા સહિત છ અજાણ્યા ઈસમો એટલે કુલ આઠ લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ અંગેનો ગુનો નોંધી તજવીજ શરૂ કરી છે.

મોરબીમાં ગઈકાલે બપોરે સેવા સદન ખાતે વોર્ડ ન.01ના ભાજપ ઉમેદવાર દેવા અવાડિયા અને કૉંગ્રેસ આગેવાન કનું ઉર્ફે કર્નલ લાડવા વચ્ચે સામાન્ય બોલાચાલી બાદ મામલો બીચકયો હતો. જેમાં જોતજોતામાં છૂટા હાથની મારામારી કરી હતી.

ઘટનાની ગંભીરતાને લઈને ડીવાયએસપી રાધિકા ભારાઈ એ. ડિવિઝન પોલીસ સહિતનો કાફલો હૉસ્પિટલ પહોંચી સ્થિતિનો તાગ મેળવ્યો હતો. જે બાદ સારવાર લીધા બાદ ભોગ બનનાર કૉંગ્રેસ અગ્રણીના ભાઈ હરિભાઈએ ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, ગઈકાલે મોરબી તાલુકા સેવા સદનના પટાંગણમાં ભાજપના ઉમેદવાર દેવાભાઈ અને તેના ભાઈ કનુ ભાઈ ઉર્ફે કર્નલ લાડવાની માથાકુટ થઈ હતી. જેનો ખાર રાખી આરોપીઓએ તેના ઘર પર જીવલેણ હુમલો કરી બન્ને ભાઈઓને ઇજા પહોંચાડી છે. જેમાં એક વ્યક્તિ એ ધમકી આપતા કહ્યું હતું કે, હું દેવભાઈનો ભત્રીજો છું, કેમ ગાળો આપી માથાકૂટ કરી? આ વ્યક્તિનું નામ ઇમરાન જેડા છે. જેણે લોખંડના પાઇપ વડે મારા ભાઈ કર્નલ ઉર્ફે કનું લાડવાને માર મારવા લાગતા હું બચાવવા વચ્ચે પડ્યો હતો. જેમા અન્ય વ્યક્તિઓએ મને પણ આડેધડ ધોકા અને પાઇપ વડે માર માર્યો હતો.

એ ડિવિઝન પોલીસે આ બનાવમાં આ ફરિયાદના આધારે મોડી રાત્રીના મોરબી પાલિકાના વોર્ડ 1ના ભાજપના ઉમેદવાર અને પૂર્વ પાલિકા પ્રમુખ દેવાભાઈ અવાડિયાના ભત્રીજા, ઇમરાન જેડા અને અન્ય 6 જેટલા અજાણ્યાં શખ્સો એટલે કુલ આઠ વિરુદ્ધ આઈપીસી કલમ 323, 324, 325, 143, 147, 148, 149, 34 તેમજ જીપીએકટની કલમ 135 હેઠળ ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો