હવે ઓટીટી પણ સેન્સર હેઠળ આવી જશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.09-02-2021

મોબાઇલ એપ્લીકેશન મારફત ફિલ્મો અને મનોરંજક ટીવી કાર્યક્રમો આપતા ઓવર ધ ટોપ (ઓટીટી)ને પણ સરકાર ટુંક સમયમાં સેન્સર હેઠળ આવરી લેવા તૈયારી કરી રહી છે. લાંબા સમયથી નેટફિલકસ સહિતના આ પ્લેટફોર્મ પર જે ફિલ્મો તથા ધારાવાહિક રજૂ થાય છે તેની સામે મોરલ પોલીસનો દાવો કરતા લોકોએ વિરોધ કર્યો હતો અને તેમાં સેન્સર બોર્ડના નિયમોને એક બાજુ મુકીને દ્રશ્ય સંવાદો તથા કથાઓ દર્શાવાતી હોવાનું જણાવાયું હતું. સરકાર હવે ઓટીટી માટે ખાસ નિયમો લાગુ કરવાની તૈયારી લાગુ કરી છે. કેન્દ્રના માહિતી પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું છે કે સરકાર આ અંગે નિષ્ણાંતોની કમિટી પાસે અભિપ્રાય મેળવી રહી છે. જો કે ઓટીટી પ્લેટફોર્મ સાથે સંકળાયેલા અનેક અગ્રણીઓએ ઓટીટીને સ્વતંત્ર જ રહેવા દેવા અને ટીવી ચેનલોની જેમ આ પ્લેટફોર્મ પર પોતાની રીતે લક્ષણ રેખા દોરે તે જરૂરી હોવાનું જણાવ્યું હતું.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો