વોટ્સએપની ખેર નહિ : ભારત હવે મેસેજિંગ એપમાં પણ “આત્મનિર્ભર” બનશે : મોદી સરકારે લોન્ચ કરી “SANDES” App

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.07-02-2021

ડેટા પ્રાઇવેસીને લઇ હાલમાં સરકાર અને સામાન્ય યૂઝર્સ પર પરેશાન છે. તાજેતરમાં WhatsAppની નવી ડેટા પોલીસીને લઇ જ્યાં યૂઝર્સ નારાજ થઇ ગયા છે ત્યાં જ સરકારે તેને લઇ યોજના બનાવી દીધી છે. મોદી સરકારે (Modi Govt) દેશ માટે પોતાની મેસેજિંગ એપ (Messaging App) લોંચ કરી દીધી છે. આ એપ હાલમાં સરકારી કર્મચારીઓ યૂઝ કરી રહ્યા છે. પરંતુ ખુબ જ જલ્દી આ એપને સામાન્ય યૂઝર્સ માટે લોંચ કરી દેવામાં આવશે.

કેન્દ્ર સરકારે ડેટાની ચોરી અને પ્રાઇવેસીને લઇ એક નવી Sandes એપ લોંચ કરી છે. મીડિયા રિપોર્ટ અનુસાર આ એક ઇન્સ્ટેન્ટ મેસેજિંગ એપ છે જેને હાલમાં સરકારી કર્મચારીઓને ઉપયોગ કરવા માટે આપવામાં આવી છે. આ એપને Government Instant Messaging Systam (GIMS) પણ કહેવામાં આવી રહી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર gims.gov.in થી આ નવી એપને એક્સેસ કરી શકાય છે. હાલમાં સામાન્ય લોકોને તેનો ઉપયોગ કરવાની પરવાનગી નથી. જો કોઇ આ સાઇટ પર ક્લિક કરે છે તો ‘This authentication method is applicable for authorised government officials’નો મેસેજ જોવા મળે છે.

સંદેશ એપ Adroid અને iOS પર કામ કરે છે. રિપોર્ટમાં બતાવવામાં આવ્યું છે કે, Adroid અને iOS ઓપરેટિંગ સિસ્ટમના સપોર્ટની સાથે તેને તૈયાર કરવામાં આવી છે. આ એપને નવા મોર્ડન ચૈટિંગ એપ્સ જેવી જ બનાવવામાં આવી છે. ચૈટિંગ એપમાં વોઇસ અને ડેટા મોકલી શકાય છે.

તમને જણાવી દઇએ કે, ગત કેટલાક વર્ષોમાં ડેટા ચોરીને લઇ ગણા મામલાઓ સામે આવ્યા છે. જોકે કેન્દ્ર સરકાર તમામ ઇન્ટરનેટ કંપનીઓને ભારતમાં પોતાનું સર્વર લગાવવા માટે જણાવી રહી છે. પરંતુ કોઇ પણ ઇન્ટરનેટ કંપનીએ તેને લઇ ઠોસ નિર્ણય લીધો નથી. ગત એક વર્ષમાં કેન્દ્ર સરકારે ડેટાને લઇ ગંભીરતા દેખાડવાનું શરૂ કરી દીધુ છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો