ડુંગરીના ભાવમાં પાંચ દિવસથી સતત વધારો

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.06-02-2021

બજારમાં બટાટા-ડુંગળી આવ્યા બાદ લોકોને મોંઘવારીથી રાહત મળે તેવું લાગતું હતું પરંતું હવે લોકોની આશા પર ફરી વળતું લાગી રહ્યું છે. બટાટાના ભાવ તો જાણે સ્થિર છે પણ છેલ્લા 5 દિવસથી ડુંગળીના ભાવ 20 રૂપિયા વધી ગયો છે. ગ્રાહક બાબતોના મંત્રાલયની વેબસાઇટ પર આપવામાં આવેલા નવા આંકડા મુંજબ 1 ફેબ્રુઆરીની તુલનામાં ડુંગળીના ભાવ 25 રૂપિયા વધીને 45 રૂપિયા પર આવી ગયા છે.

શાકભાજી બજારમાં બટાટા-ડુંગળી આવ્યા બાદ લોકોને મોંઘવારીથી રાહત મળે તેવું લાગતું હતું પરંતું હવે લોકોની આશા પર ફરી વળતું લાગી રહ્યું છે. બટાટાના ભાવ તો જાણે સ્થિર છે પણ છેલ્લા 5 દિવસથી ડુંગળી (Onion)ના ભાવ 20 રૂપિયા વધી ગયો છે. ગ્રાહક બાબતોના મંત્રાલયની વેબસાઇટ પર આપવામાં આવેલા નવા આંકડા મુંજબ 1 ફેબ્રુઆરીની તુલનામાં ડુંગળીના ભાવ 25 રૂપિયા વધીને 45 રૂપિયા પર આવી ગયા છે.

આ દરમિયાન ડુંગળીના રેટમાં 15 રૂપિયા પ્રતિ કિલોની વૃધ્ધી થઇ છે, તે ઉપરાંત મુંબઇ, દિલ્હી, મુઝફ્ફરપુર, સહિતનાં દેશનાં ઘણા શહેરોમાં ડુંગળીની કિંમતમાં એક રૂપિયાથી વધીને 20 રૂપિયાનો ઉછાળો આ 5 દિવસમાં આવ્યો છે. જો કે રાયગંજ, ઇન્ફાલ, શ્રીનગર, નાગપુર અને કાનપુર જેવા શહેરોમાં ડુંગળીની કિંમતમાં 1 થી 10 રૂપિયો જેટલી સસ્તી થઇ છે.

દેશનાં મોટાભાગનાં શહેરોમાં શુક્રવારે ડુંગળીનો છુટક ભાવ 20 થી 60 રૂપિયા વચ્ચે હતો, પરંતું મોટાભાગનાં શહેરોમાં તે 50 રૂપિયાને વટાવી ગયો છે, મુંબઇમાં 1 જાન્યુઆરીએ ડુંગળીનો ભાવ 44 રૂપિયા હતો, જે વધીને હવે 54 રૂપિયા પર પહોંચી ગયો છે

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો