મોરબી: અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ સહિતના શિક્ષકોએ મુકાવી વેક્સિન

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.06-02-2021

કોરોના કાળમાં ડોર ટુ ડોર સર્વે,સર્વેલન્સની કામગીરીમાં અગ્રેસર રહયા છે એવા મોરબી જિલ્લાના પ્રાથમિક શિક્ષકોએ સિવિલ હોસ્પિટલ ખાતે કોવિડની રસી મુકાવી લોકોમાં ફેલાયેલી ગેરસમજ દૂર કરવાનો પ્રયત્ન કર્યો છે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ દિનેશભાઇ ડી.વડસોલાએ વેકસીન લીધા બાદ જણાવ્યું હતું કે કોઈપણ પ્રકારની આડ અસર જોવા મળેલ નથી માટે દરેકે વેકસીન લઈને આરોગ્ય વિભાગની ટીમને પૂરતો સહયોગ આપવાનો અનુરોધ કર્યો છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો