સ્વાસ્થ્ય પર દુનિયામાં સૌથી વધુ ખર્ચ ભારતીયોએ કરવો પડે છે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.30-01-2021

કોરોના સંકટ બાદ સ્વાસ્થ્ય પર ખર્ચના મુદે નવેસરથી ચર્ચા શરૂ થઈ ગઈ છે, આર્થિક સર્વેક્ષણમાં જણાવાયું છે કે ભારતીયોને સ્વાસ્થ્ય પર દુનિયામાં સૌથી વધુ ખર્ચ કરવો પડે છે, આવું એટલા માટે છે કે સરકારી રોકાણ ઓછું છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે 17 ટકા વસ્તી કુલ આવક કે ઘરેલુ ખર્ચના 10 ટકાથી વધુ અને ચાર ટકા વસ્તી 25 ટકાથી વધારે સ્વાસ્થ્ય પર ખર્ચ કરે છે.
આ ખર્ચ વિશ્ર્વમાં સૌથી વધારે છે. સ્વાસ્થ્ય પર જીડીપીની 2.5 થી 3 ટકા સુધી ફાળવણી કરવી પડશે. આથી લોકોના ખિસ્સામાંથી થનારા ખર્ચમાં કમી આવશે. હાલ તો સ્વાસ્થ્ય પર 65 ટકા ખર્ચ લોકો પોતાના ખિસ્સામાંથી કરે છે. કારણ કે જીડીપીના એક ટકાની નજીક જ સ્વાસ્થ્ય પર ખર્ચ થાય છે. જો અઢી-ત્રણ ટકા ફાળવણી સ્વાસ્થ્ય માટે થાય તો લોકોના સ્વાસ્થ્ય માટેના ખાનગી ખર્ચને ઘટાડીને 30 ટકા સુધી લાવી શકાય છે. ઈન્ડોનેશિયા, ચીન, ફીલીપાઈન્સ જેવા દેશોએ ફાળવણી વધારીને ખર્ચ ઘટાડયા છે.

રેન્કીંગ ખૂબ જ ખરાબ: સ્વાસ્થ્ય સેવાઓની ગુણવતા તેમજ ઉપલબ્ધતામાં દેશની રેન્કીંગ 180માંથી 145 છે, આપણાથી નીચે કેટલાક આફ્રિકી દેશ, નેપાળ, પાકિસ્તાન જેવા દેશો જ છે. જયારે રિપોર્ટ અનુસાર ભારતમાં હોસ્પિટલમાં દાખલ થવાનો દર 3થી4 ટકા જ છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો