8 ફેબ્રુ.એ કોઇનું એકાઉન્ટ બંધ નહીં કરે વોટ્સએપ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.16-01-2021

વોટ્સએપ મેસેજિંગ એપનો વિવાદ વધી ગયા પછી પ્રાઇવસી અપડેટ હાલ માટે ટાળી દીધું છે. હવે 8 ફેબ્રુઆરીએ કોઈનું પણ વોટ્સએપ અકાઉન્ટ બંધ નહિ થાય. કંપની ધીરે-ધીરે 15 મે સુધી પોલિસી લાગુ કરશે. કંપનીનું માનવું છે કે પોલિસીનો સમય લંબાતાં યુઝર્સને સમજવાનો વધારે ટાઈમ મળશે. વોટ્સએપની પેરન્ટ કંપની ફેસબુકે જણાવ્યું હતું કે એપના નવા અપડેટ વિશે ઘણી અફવાઓ ફેલાઈ હોવાથી હાલ નવા અપડેટ

રોક્યાં છે. કંપનીએ બ્લોગમાં લખ્યું, અમે હવે એ તારીખને મુલતવી રાખી રહ્યા છીએ, જે તારીખે લોકોને એ શરતો તપાસવા અને સ્વીકારવા માટે કહેવામાં આવશે. 8 ફેબ્રુઆરીના રોજ કોઈનું પણ અકાઉન્ટ સસ્પેન્ડ કે ડિલિટ થશે નહિ. વોટ્સએપ પર પ્રાઇવસી અને સુરક્ષા કેવી રીતે કામ કરે છે એને લગતી અફવાઓને દૂર કરવા માટે અમે પણ ઘણુંબધું કરવા જઈ રહ્યા છીએ. પછી અમે ધીરે ધીરે લોકો પાસે જઈશું અને 15 મેના રોજ બિઝનેસના નવા વિકલ્પો ઉપલબ્ધ બને એ પહેલાં તેમને પોતાના અનુકૂળ સમયે પોલિસીને રિવ્યૂ કરવા જણાવીશું.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો