વોટ્સએપની પ્રાઇવેસી પોલિસી બાદ ધડાધડ વધ્યા ટેલિગ્રામ સિગ્નલ યુઝર્સ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.13-01-2021

હાલ WhatsAppની નવી પ્રાઈવસી પોલિસીને લઈને દેશભરમાં આક્રોશનો માહોલ છે. અને હજારો-લાખો લોકોએ વોટ્સએપ ડિલીટ કરીને Signal અને Telegram એપ્લિકેશન તરફ વળ્યા છે. તેવામાં વોટ્સએપને હવે પોતાની ભૂલ સમજાતાં જ તે હવે લોકોને મનાવવા માટે અવનવાં રસ્તાઓ શોધી રહી છે. ગત રોજ વોટ્સએપ દ્વારા સફાઈ આપવામાં આવી હતી કે તમારી પ્રાઈવસીનો કોઈ ભંગ નહીં થાય. તેવામાં વોટ્સએપે આજે દેશભરના અંગ્રેજી અખબારોમાં ફૂડ પેજ એડ આપીને પોતાની ઈમેજ સુધારવાનો પ્રયાસ કર્યો છે.

વોટ્સએપની એડમાં કંપનીએ જણાવ્યું છે કે, વોટ્સએપ પ્રાઈવસી પોલિસી અપડેટ દોસ્ત કે સંબંધીઓ સાથે કરાયેલ ચેટને કોઈપણ રીતે પ્રભાવિત કરશે નહીં. આ નવી પોલિસી બિઝનેસ વોટ્સએપ ચેટ કરવા માટે છે. અને તે પણ ઓપ્શનલ છે. તે યુઝરને એ વાતની સમગ્ર જાણકારી આપે છે કે કંપની કઈ રીતે ડેટા કલેક્ટ અને યુઝ કરે છે.

Paytmના ફાઉન્ડરે સાધ્યું વોટ્સએપ પર નિશાન તો વોટ્સએપની આ નવી એડને લઈને Paytmના ફાઉન્ડર વિજય શેખર શર્માએ નવી એડને લઈને ફરી એકવાર વોટ્સએપ પર નિશાન સાધ્યું છે. તેઓએ ટ્વીટ કરીને બે ફોટો શેર કર્યાં છે. જેમાં એક ન્યુઝપેપરમાં જણાવાયું છે કે યુરોપિયન યુઝર્સને ફેસબૂક સાથે ડેટા શેર કરવાની જરૂર નથી. આ ફોટા સાથે તેઓએ લખ્યું કે, ક્યાં સુધી આવાં બેશરમ ડબલ સ્ટાન્ડર્ડ દ્વારા આપણને હળવાશમાં લેવામાં આવશે. પોતે કરેલાં દાવા મુજબ પ્રાઈવસીનું સન્માન અને તેની સામે ખરી પોલિસી

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો