જો તમારા વોટ્સએપમાં પાર્ટ ટાઈમ જોબનો મેસેજ આવે તો સાવધાન રહેજો, ચીની હેકર્સના નિશાન બની શકો છો

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.13-01-2021

હાલમાં WhatsApp પર અજાણ્યા નંબર પરથી લોકોને ઘરે બેઠાં પાર્ટ જોબ કરવાના મેસેજ મળી રહ્યા છે. આ મેસેજ વાંચીને લોકો પણ આશ્ચર્યમાં પડી રહ્યા છે કે તેમનાં વોટ્સએપ નંબર પર આવા મેસેજ કેવી રીતે આવી શકે. જો તમને પણ આવા મેસેજ મળતાં હોય તો સાવધાન થઈ જજો. કેમ કે, ચીની હેકર્સ દ્વારા ભારતીય યુઝર્સને પાર્ટ ટાઈમ જોબની લાલચ આપીને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે. દિલ્હીની સાયબરસ્પેસ ફાઉન્ડેશને આ દાવો કર્યો છે.

હાલમાં યુઝર્સને મળી રહેલાં વોટ્સએપ મેસેજમાં દાવો કરવામાં આવે છે કે ઘરે બેઠાં માત્ર 10થી 30 મિનિટ સુધી કામ કરીને તમે દિવસનાં 200-300 રૂપિયા કમાઈ શકો છો. અને તેની નીચે એક લિંક પર ક્લિક કરવાનું કહે છે. આ લિંક તમને એક વેબસાઈટ પર લઈ જાય છે. આ લિંક ચીનના અલીબાબા ક્લાઉડ સાથે સંબંધિત છે.

જ્યારે તમે લિંક પર ક્લિક કરો છો તો તમને ચાઈનીઝ ભાષામાં એક એરર કોડ મળે છે. તેનું ડોમેન નેમ ચીનમાં રજિસ્ટર્ડ છે. આ લિંકનું આઈપી એડ્રેસ 47.75.111.165 છે. અને તે અલીબાબા ક્લાઉડ, હોંગકોંગ અને ચીનમાં ટ્રેસ કરવામાં આવ્યું છે. તેવામાં આ લિંક તમારી સાથે સાયબર ફ્રોડ થઈ શખે છે. એટલે કે જો તમને પણ આવાં મેસેજ મળે તો તેને તાત્કાલિક ડિલિટી કરી દેજો અને લિંક પર ક્લિક કરતાં નહીં.

 

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો