મોરબીની મચ્છુ-2ની નાની કેનાલમાં ખડકાયેલા 50 જેટલા દબાણો હટાવ્યા

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.09-01-2021

મોરબીના મચ્છુ-2 ડેમની મુખ્ય કેનાલમાંથી નીકળતી નાની કેનાલમાં અનેક દબાણો ખડકાયા હોય જે 50 થી વધુ દબાણો આજે તંત્રએ પોલીસના બંદોબસ્તને સાથે રાખીને હટાવ્યા હતા.

મોરબીના પંચાસર રોડ પરથી નીકળતી નાની કેનાલમાં 50 થી વધુ આસામીઓએ નાના-મોટા દબાણો ખડકી દીધા હોય જે દબાણો હટાવવા તંત્ર દ્વારા અગાઉ સુચના આપવામાં આવી હતી. આમ છતાં દબાણ હટાવવામાં આવ્યા ના હોય જેને પગલે આજે સિંચાઈ વિભાગ તેમજ પાલિકા ચીફ ઓફિસર સહિતની ટીમે પોલીસના બંદોબસ્ત સાથે દબાણ હટાવો ઝુંબેશ આદરી હતી.

નાની કેનાલ પર ખડકી દેવામાં આવેલ 50થી વધુ દબાણો પર આજે સરકારી બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. દબાણો હટાવ્યા બાદ તંત્ર દ્વારા નાની કેનાલને બોક્સ કેનાલ બનાવવાની કામગીરી કરવામાં આવશે અને સાઈડ બીજો રસ્તો બનશે તેવી માહિતી પ્રાપ્ત થઇ હતી.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો