આનંદો, કેન્દ્રીય કર્મચારીઓને મળી શકે છે ખુશ ખબર, વધી શકે છે પગાર

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.09-01-2021

મોંઘવારી ભથ્થામાં વૃધ્ધીથી કેન્દ્ર સરકારનાં 48.34 લાખ કર્મચારીઓ અને 65.26 લાખ પેન્સનરોને થશે ફાયદો કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર આવી શકે છે, આ વર્ષનાં જુન મહિનામાં 7માં પગાર પંચ હેઠળ મોંઘવારી ભથ્થામાં વધારો થઇ શકે છે, હવે તેવા સમાચારો આવી રહ્યા છે, હવે એવા પણ સમાચારો પણ છે કે મોંઘવારી ભથ્થામાં વધારો આ મહિના એટલે કે જાન્યુઆરીથી લાગુ થઇ શકે છે, જો કે સરકારે આ અંગે કોઇ પણ પ્રકારની સત્તાવાર ઘોષણા કરી નથી, પરંતું સૌની નજર હવે સરકાર પર છે, સરકારની આ ઘોષણા બાદ કેન્દ્રીય કર્મચારીઓનો પગાર વધી જશે.

મિડિયામાં આવી રહેલા સમાચારો માનીએ તો કેન્દ્રીય કર્મચારીઓનો પગાર 4 ટકા વધી શકે છે, આ વૃધ્ધી 7માં પગાર પંચની ભલામણોને અનુકુળ હશે, તેનાથી કેન્દ્રીય કર્મચારીની સાથે-સાથે પેન્સનર્સને પણ ફાયદો થશે.

અત્રે ઉલ્લેખનિય છે કે સરકારે મોંઘવારી ભથ્થામાં વૃધ્ધીને જુન-2021 સુધી અટકાવી દીધી હતી, પરંતું હવે અર્થતંત્રમાં આવેલી તેજીને જોતા આશા વ્યક્ત થઇ રહી છે, સરકાર આ વૃધ્ધીની જાહેરત ઝડપથી કરી શકે છે, તે ઉપરાંત સરકાર ડીએમાં વૃધ્ધીની પણ ઘોષણા કરી શકે છે, જો આવું થયું તો ફેબ્રુઆરી મહિનાથી જ સરકારી કર્મચારીઓને પગાર વધારો મળવાનું શરૂ થઇ જશે.

નાણા મંત્રાલયનાં એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે હજુ DA  મુળ વેતન/પેન્સનનાં 17 ટકા છે, જેમાં 4 ટકાની વૃદ્ધી કરવામાં આવશે, DAથી નાણાકિય વર્ષ 2020-21માં સરકારી તિજોરી પર 12150.04 કરોડ રૂપિયા અને DRથી 14595.04  કરોડ રૂપિયાનો બોજો પડશે, સરકાર દ્વારા મોંઘવારી ભથ્થામાં વૃધ્ધીથી કેન્દ્ર સરકારનાં 48.34 લાખ કર્મચારીઓ અને 65.26 લાખ પેન્સનરોને ફાયદો થશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો