રાજકોટ AIIMSનું ખાતમુહૂર્ત:PM મોદીએ વર્ષના છેલ્લાં દિવસે આપ્યા ખુશખબર

200 એકર વિશાળ જગ્યા પર 1195 કરોડના ખર્ચે એઇમ્સ તૈયાર થશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.31-12-2020

(હિતેન સોની) આરોગ્યની સારવારમાં માઈલસ્ટોન સમાન ‘એઈમ્સ’નાં દિલ્હી બેઠાં વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત સાથે વડાપ્રધાને ગુજરાતનું સપનું રાજકોટમાં સાકાર કર્યું હતું. 200 એકર ભૂમિમાં રૂા.1195 કરોડના ખર્ચે તૈયાર થનારું આા અત્યાધુનિક આરોગ્યધામ 2022 સુધીમાં દર્દીનારાયણોની સુશ્રૃષા કરતું થઈ જશે. ટૂંકમાં જટિલમાં જટિલ દર્દની સારવાર માટે મુંબઇ-દિલ્હી જવાની રાજકોટ-સૌરાષ્ટ્ર-ગુજરાતવાસીઓની મજબૂરીનો અંત આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલા વર્ચ્યુઅલ ભૂમિપૂજન બાદ અનુક્રમે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વગેરેએ પ્રાસંગિક ઉદ્બોધનો સાથે રાજકોટ આગામી સમયમાં મેડિકલ ટૂરિઝમનું પણ હબ બનશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

એઇમ્સના વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં 400થી વધુ મહેમાનો ઉપસ્થિત કાર્યક્રમમાં રાજ્યપાલ દેવવ્રત આચાર્ય, સાંસદ સી.આર.પાટીલ, રાજ્યસભાના સાંસદ અમી યાજ્ઞિક, રાજકોટ સાંસદ મોહન કુંડારિયા, જામનગર સાંસદ પૂનમ માડમ, કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસામા, જયેશ રાદડિયા અને કુંવરજી સહિત 400થી વધુ મહેમાનો પહોંચી ગયા છે. જિલ્લા વહીવટી વિભાગ દ્વારા કાર્યક્રમ માટે જુદી જુદી 15 કમિટી બનાવવામાં આવી હતી.

એઇમ્સ હોસ્પિટલમાં 625 વિદ્યાર્થી અભ્યાસ કરશે: CM વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે ગુજરાત માટે આનંદનો દિવસ છે. છેલ્લાં 5 વર્ષમાં કેન્દ્ર સરકારની કાર્યોની ગતિ વધી છે અને વિકાસ ખૂબ ઝડપથી થઈ રહ્યો છે. ઘરઆંગણે આ સુપર સ્પેશિયાલિસ્ટ સારવાર મળી રહેશે, કારણ કે ગુજરાતમાં એઇમ્સની જરૂરિયાત હતી. હવે એનું ઝડપથી નિર્માણ થશે અને લોકોને ફાયદો થશે. આરોગ્યક્ષેત્રમાં સૌથી મોટી સુવિધા આપનારી સંસ્થા એઇમ્સ આજે ગુજરાતને પ્રાપ્ત થઇ છે. ગુજરાતની જનતાને આવનારા સમયમાં અન્ય રાજ્યોમાં જવું નહીં પડે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63