માસ્ક ન પહેરનારા લોકોએ Covid સેન્ટરમાં સેવા આપવી પડશે, ગુજરાત હાઇકોર્ટનો મોટો આદેશ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.03-12-2020

ગુજરાત હાઇકોર્ટનો (Gujarat High court) કોરોનાને લઈને મહત્વનો નિર્ણય લીધો છે.લોકોએ માસ્ક નહિ પહેર્યો હોય તો હવે કોવીડ કેરમાં (Covid Care) કરવી પડશે સર્વિસ. લઘુત્તમ 4 અને મહત્તમ 6 કલાક સુધીની સર્વિસ કરવી પડશે. 5થી 15 દિવસનો સમય ગાળો સર્વિસ માટેનો સરકાર નક્કી કરી શકે છે. ઉપરાંત ઉમર લાયકાત ના ધોરણે જવાબદારી સરકાર નક્કી કરી શકશે. જો કે  મોટાભાગે જવાબદારી નોન મેડિકલ પ્રકારની રહેશે. આ પ્રકારનું જાહેરનામુ બહાર પાડવા સરકારને હાઇકોર્ટની ખંડપીઠે  આદેશ કર્યો છે.

ઉપરાંત કોરોના સુઓમોટો અરજી અંતર્ગત તાપી ખાતે યોજાયેલા લગ્ન સમારોહની કોર્ટ એ ગંભીર નોંધ લીધી છે. તાપી ખાતે યોજાયેલ લગ્ન સમારોહ માં આટલી ભીડ આવી ક્યાંથી આવી. લગ્ન સમારોહ નો વીડિયો અમે જોયો છે.

હાઈકોર્ટે સરકારને જણાવ્યું. ભાજપના નેતા કાંતિ ગામીત ના પરિવારમાં લગ્ન હતા. ત્યારે 6 હજાર ની ભીડ સામે શુ પગલાં લીધા હાઈકોર્ટે સવાલ કર્યા હતા. રાજ્ય સરકાર વતી કોર્ટ માં સરકારી વકીલે જણાવ્યું કે સરકાર આ મામલે પોલીસ કાર્યવાહી કરી છે. અને રાજ્ય સરકારે આ મામલે તપાસના આદેશ પણ આપ્યા છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63