ધનતેરસના દિવસે કઈ વસ્તુની ખરીદી કરવી અને કઈ વસ્તુથી રહેવું દૂર

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.12-11-2020

ધનતેરસના (Dhanteras 2020) આડે હવે માત્ર ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. આખા વર્ષમાં ધનતેરસનો દિવસ જ ખરીદી માટે સૌથી શુભ માનવામાં આવે છે. ધનતેરસને ધનત્રયોદશી (Dhanatrayodashi)પણ કહેવામાં આવે છે. આ દિવસે દરેક વ્યક્તિ પોતાની આર્થિક સ્થિતિ અનુસાર ખરીદી કરે છે. મોટાભાગના લોકો આ દિવસે વાસણ ખરીદે છે. કેટલાક લોકો કપડા ખરીદે છે. ધનતેરસની ખરીદીમાં વાસ્તુ ટિપ્સની (Vastu Tips) ભૂમિકા પણ મહત્વની માનવામાં આવે છે. નિષ્ણાંતો પ્રમાણે ઘરનું વાસ્તુ એ નક્કી કરે છે કે ધનતેરસના દિવસે કઈ ચીજો ખરીદવી જોઈએ અને કઈ ચીજો નહીં. આ દિવસે વાસ્તુ અનુસાર ખરીદી કરવાથી આગામી દિવાળી સુધીનો સમય શ્રેષ્ઠ માનવામાં આવે છે

તમારું ઘર અને તેનો મુખ્ય દ્વારા જે દિશામાં છે તેના અનુસાર ખરીદી કરવાની કોશિશ કરવી. ઉદાહરણ તરીકે તમારું ઘર અગ્નિકોણાં હોય તો તમારે ધનતેરસના દિવસ ચાંદીનો સામાન જરૂર ખરીદવો જોઈએ. જો તમારા ઘરનો મુખ્ય દરવાજો દક્ષિણ દિશામાં હોય તો સોના અથવા તાંબાથી બનેલો સામાન ખરીદવો જોઈએ. તમારા ઘરનો મુખ્ય દ્વારા જો નૈઋત્ય કોણ એટલે કે દક્ષિણ પશ્વિમ તરફ હોય તો ચાંદી અથવા તાંબાની બનેલી વસ્તુઓ ખરીદવી જોઈએ

જો તમારા ઘરનો મુખ્ય દરવાજો પશ્વિમ દિશામાં છે તો તમારે ચાંદીની વસ્તુઓ ખરીદવી જોઈએ. જેનાથી તમને ખુબ જ ફાયદો થશે. જો તમારું ઘર વાયવ્ય કોણ એટલે કે ઉત્તર પશ્વિમ દિશામાં હોય તો ધનતેરસના દિવસે તમારે મોતી અથવા ચાંદીની ખરીદી શુભ રહેશે

જે લોકોના ઘરનો મુખ્ય દ્વારા ઉત્તર દિશા તરફ આવે છે તો તેમના માટે આ દિવસે કાંસા, જસત અને પીતળની કોઈ પણ વસ્તુ ખરીદવી શુભ રહેશે. જો તમારા ઘરનો મુખ્ય દ્વાર ઈશાન કોણમાં છે તો ધનતેરસના દિવસે સોનું અથવા પીતળ જ ખરીદવું જોઈએ

જો તમારા ઘરનો મુખ્ય દરવાજો પૂર્વ દિશણાં છે તો તમારે વિશેષ રુપથી તાંબા અને પીતળની ખરીદી કરવી જોઈએ. તમે ધનતેરસના દિવસે સોનું પણ ખરીદી શકો છો. આ ઉપરાંત ધનતેરસના દિવસે ઝાડુ ખરીદવું જોઈએ. ઝાડુની પૂજા કરવી જોઈએ. 

દિવાળી માટે દિવો સળગાવવા માટે જે તેલનો ઉપયોગ કરો છો. એ પણ ધનતેરસના દિવસે ખરીદવું ન જોઈએ. આ ઉપરાંત ધનતેરસના દિવસે મીઠું, લાકડાની કોઈ વસ્તુ અને સ્ટીલનું વાસણ પણ ખરીદવું ન જોઈએ.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63