રાજકોટ કલેક્ટરને મોરબીની સદભાવના કોરોના સેન્ટરના ડોક્ટરોની બેદરકારી સામે યોગ્ય પગલાં લેવા આવેદનપત્ર અપાયું

જસ્ટિસ ફોર જયશ્રીબેન : ફરજમાં ગુનાહિત બેદરકારી દાખવી નિર્દોષ મહિલાનું મૃત્યુ નિપજાવનાર મોરબીની સદભાવના હોસ્પિટલના ડોક્ટરો જયેશ પટેલ અને મનુ પારિયા વિરુદ્ધ કાયદેસર કાર્યવાહીની માંગ સાથે રાજકોટ કલેકટર કચેરીએ આવેદનપત્ર અપાયું

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.28-08

મોરબી: મોરબીમા સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત સદભાવના હોસ્પિટલના બેદરકાર ડોકટરો જયેશ પટેલ (ઉર્ફે જય બાબરીયા) અને મનુ પારિયા દ્વારા ગુનાહિત બેદરકારી દાખવી દિવ્યક્રાંતિ મીડિયા પરિવારના માતૃશ્રી જયશ્રીબેન કિશનભાઇ બુધ્ધભટ્ટીનું મૃત્યુ નિપજાવવાની ઘટનાના ગુજરાતભરમાંથી ઘેરા પ્રત્યાઘાત પડી રહયા છે. ઠેર ઠેર થી આવેદનપત્રો આપવામાં આવી રહયા છે.

પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી જણાવ્યું છે કે ફરિયાદ અરજીના ઉલ્લેખ મુજબ મોરબી ખાતે આવેલ સદભાવના હોસ્પિટલના  બેદરકાર ડોકટરો જયેશ પટેલ અને મનુ પારિયા ની બેદરકારીથી કોવિડ પેશન્ટ જયશ્રીબેન નું ગત તા. 8-8-2020 ના રોજ અપમૃત્યુ થયેલ હોય તેની ફરિયાદ અરજી જયશ્રીબેનના મોટા પુત્ર રાધેશ બુધ્ધભટ્ટી દ્વારા તા. 17-08-2020 ના રોજ મોરબી એસ.પી.ને રજીસ્ટર એડી મારફ્ત અને ઈ-મેલ દ્વારા આપવામાં આવેલ હોય જેના અનુસંધાને ન્યાયિક તપાસ સાથે કાનૂની પગલા લેવામા આવે તેવું જણાવાયું છે આ આવેદનપત્ર આપવા વિજયભાઈ પટેલ, યોગેશભાઈ બુધ્ધભટ્ટી, નિલેશભાઈ બુધ્ધભટ્ટી તેમજ પ્રતિષ્ઠિત નાગરિકો જોડાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે આ બેદરકાર ડોક્ટરો ઠેર ઠેરથી લોકો ફિટકાર વરસાવી રહ્યાં છે. કેશોદ, બાલંભા, રાજકોટ સહિતના વિસ્તારમાં આવેદનપત્ર આપી બેદરકાર ડૉક્ટરો પર કાર્યવાહી કરવા જણાવાયું હતું.

શું છે ફરિયાદ? …

એક પતિ પાસેથી પત્ની અને ત્રણ બાળકો પાસેથી માતાની છત્રછાયા છીનવી લેનાર આ નરાધમ ડોક્ટરો વિરુદ્ધ ફરજમાં બેદરકારી દાખવવા અંગેની ફરિયાદમાં જણાવ્યું છે કે…

જયશ્રીબેન કિશનભાઈ બુદ્ધભટ્ટી નો ગત તારીખ ૬-૮-૨૦૨૦  ના રોજ મોરબીની સિવિલ હોસ્પિટલમાં કોરોના રિપોર્ટ કરાવેલ જે પોઝિટિવ આવતા સાંજે જ મોરબીની જેલ રોડ પર  ટેલીફોન એક્ષચેન્જની સામે આવેલ  સદભાવના હોસ્પિટલમાં ડોક્ટર જયેશ પટેલ અને ડો.મનુ પારીયાની દેખરેખ હેઠળ દાખલ કરેલ  ત્યારે જ ડોક્ટર જયેશ પટેલ અને  ડો. મનુ પારીયાએ હોસ્પિટલમાં  કોવીડ-૧૯ સેન્ટર ચલાવવા માટે જરૂરી સાધનો ન હોવાની વાત દર્દી જયશ્રીબેનના સ્વજનો પાસે  છુપાવી ગંભીર   ભૂલ અને બેદરકારી દાખવી  હતી જેના બાદમાં  ફોન રેકોર્ડિંગ પુરાવાઓ મળી ચૂક્યા છે

તા.૮-૮-૨૦૨૦ ના રોજ જ્યારે જયશ્રીબેન ને સવારે શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી તેની સૌપ્રથમ ફોન પર તેના નાના પુત્રને ખબર થતા મોટા પુત્ર રાધેશે તુરંત જઈ ખબર પૂછતાં ડોક્ટર જયેશ પટેલ કે મનુ પારીયા તપાસવા પણ આવેલ ના હોવાનું માલુમ થતા ડો. મનુ પારિયાને તુરંત જાણ પણ કરેલ પરંતુ ગેસની તકલીફ છે તેવું બહાનું કાઢી બધું જ બરાબર છે તેવી ખોટી માહિતી અને આશ્વાસન જ માત્ર આપેલ હતું

બાદમાં બપોરે ૧ વાગ્યાથી દર્દીને તકલીફ વધી જતા અંતે ડોક્ટરોએ તસ્દી લીધી હતી !! આ ડોક્ટરો સવારથીજ જયશ્રીબેનની હાલત વિષે જાણતા હતા છતાં પણ દર્દીના સ્વજનોને બપોરે છેટ ૨:૩૦ વાગ્યે જાણ કરે છે અને નફ્ફટો કહે છે કે હવે અમારા હાથની વાત નથી કેસ રીફર કરવો જોશે!! ત્યારે સવાલ એ છે કે જો તેમના હાથની જ વાત ન હતી તો દર્દીને જીવન-મરણ વચ્ચે ઝોલા ખાવા સતત ૪ કલાક મરવા માટે કેમ ગોંધી રાખ્યું? આ પાછળનો શું સ્વાર્થ હતો?

અંતે બપોરે અઢી વાગ્યે ડો. મનુ પારીયા દર્દીના સ્વજનોને ફોન પર નફ્ટાઈ પૂર્વક જાણ કરે છે કે દર્દી માટે જરૂરી વેન્ટિલેટર અમારી પાસે નથી!! (જેનું કોલ રેકોર્ડિંગ પણ છે) હવે દર્દીને બીજે લઇ જાવ તો શું આ બેદરકારી ના કહેવાય? શું આ છેતરપિંડી નથી? દર્દીના સ્વજનો જ્યારે હોસ્પિટલે પહોંચે છે ત્યારે ત્યાં એમ્બ્યુલન્સ પણ ઉભી હતી છતાં દર્દીને કેમ રોકી રખાયું? તેનો જવાબ પણ ગળે ન ઉતરે તેવો આપતા ડોક્ટરો જણાવે છે કે તે એમ્બ્યુલન્સમાં વેન્ટિલેટર ની સુવિધા ન્હોતી!!

ગત તારીખ ૬-૮-૨૦૨૦  ના રોજ મોરબીની સિવિલ હોસ્પિટલમાં કોરોના રિપોર્ટ કરાવેલ જે પોઝિટિવ આવતા સાંજે જ મોરબીની જેલ રોડ પર  ટેલીફોન એક્ષચેન્જની સામે આવેલ  સદભાવના હોસ્પિટલમાં ડોક્ટર જયેશ પટેલ અને ડો.મનુ પારીયાની દેખરેખ હેઠળ દાખલ કરેલ  ત્યારે જ ડોક્ટર જયેશ પટેલ અને  ડો. મનુ પારીયાએ હોસ્પિટલમાં  કોવીડ-૧૯ સેન્ટર ચલાવવા માટે જરૂરી સાધનો ન હોવાની વાત દર્દી જયશ્રીબેનના સ્વજનો પાસે  છુપાવી ગંભીર   ભૂલ અને બેદરકારી દાખવી  હતી જેના બાદમાં  ફોન રેકોર્ડિંગ પુરાવાઓ મળી ચૂક્યા છે

તા.૮-૮-૨૦૨૦ ના રોજ જ્યારે જયશ્રીબેન ને સવારે શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી તેની સૌપ્રથમ ફોન પર તેના નાના પુત્રને ખબર થતા મોટા પુત્ર રાધેશે તુરંત જઈ ખબર પૂછતાં ડોક્ટર જયેશ પટેલ કે મનુ પારીયા તપાસવા પણ આવેલ ના હોવાનું માલુમ થતા ડો. મનુ પારિયાને તુરંત જાણ પણ કરેલ પરંતુ ગેસની તકલીફ છે તેવું બહાનું કાઢી બધું જ બરાબર છે તેવી ખોટી માહિતી અને આશ્વાસન જ માત્ર આપેલ હતું

બાદમાં બપોરે ૧ વાગ્યાથી દર્દીને તકલીફ વધી જતા અંતે ડોક્ટરોએ તસ્દી લીધી હતી !! આ ડોક્ટરો સવારથીજ જયશ્રીબેનની હાલત વિષે જાણતા હતા છતાં પણ દર્દીના સ્વજનોને બપોરે છેટ ૨:૩૦ વાગ્યે જાણ કરે છે અને નફ્ફટો કહે છે કે હવે અમારા હાથની વાત નથી કેસ રીફર કરવો જોશે!! ત્યારે સવાલ એ છે કે જો તેમના હાથની જ વાત ન હતી તો દર્દીને જીવન-મરણ વચ્ચે ઝોલા ખાવા સતત ૪ કલાક મરવા માટે કેમ ગોંધી રાખ્યું? આ પાછળનો શું સ્વાર્થ હતો?

અંતે બપોરે અઢી વાગ્યે ડો. મનુ પારીયા દર્દીના સ્વજનોને ફોન પર નફ્ટાઈ પૂર્વક જાણ કરે છે કે દર્દી માટે જરૂરી વેન્ટિલેટર અમારી પાસે નથી!! (જેનું કોલ રેકોર્ડિંગ પણ છે) હવે દર્દીને બીજે લઇ જાવ તો શું આ બેદરકારી ના કહેવાય? શું આ છેતરપિંડી નથી? દર્દીના સ્વજનો જ્યારે હોસ્પિટલે પહોંચે છે ત્યારે ત્યાં એમ્બ્યુલન્સ પણ ઉભી હતી છતાં દર્દીને કેમ રોકી રખાયું? તેનો જવાબ પણ ગળે ન ઉતરે તેવો આપતા ડોક્ટરો જણાવે છે કે તે એમ્બ્યુલન્સમાં વેન્ટિલેટર ની સુવિધા ન્હોતી!!

અંતે એક ખાનગી એમ્બ્યુલન્સ ચાલક કુલદીપ ગઢવી તેની સાથે અન્ય એક વ્યક્તિને લઈને આવે છે અને તેમાં જયશ્રીબેનને રાજકોટ સિવિલ ખાતે લઇ જવા માટે વ્યવસ્થા કરે છે જે બાદમાં ખબર પડે છે કે એમ્બ્યુલન્સ ચાલક કુલદીપ ગઢવી ના મોબાઈલ નંબર તો પહેલાથીજ સદભાવના હોસ્પિટલ ના આ બંને ડોક્ટરો જયેશ પટેલ અને મનુ પરીયા પાસે હતા (જેનો પુરાવો કુલદીપ ગઢવી સાથે થયેલ ફોન પર વાતચીતના રેકોર્ડિંગમા પણ છે) તો પછી દર્દીના સ્વજનો આવે તેની રાહ શુકામ જોવાઈ? શું દર્દી જયશ્રીબેન સદભાવના હોસ્પિટલમાજ અવસાન પામેલ હતા? અને એક નાટક કરવા જ માત્ર એમ્બ્યુલન્સ મંગાવાઈ હતી?

અંતે દર્દી જયશ્રીબેન રાજકોટ પહોંચે અને જરૂરી સારવાર મેળવે તે પહેલાજ રસ્તામાં અવસાન પામેલ હોવાની માહિતી છેટ રાજકોટ સિવિલ ના કમ્પાઉન્ડ માં એમ્બ્યુલન્સ ઉભી રાખી કુલદીપ ગઢવી દ્વારા આપવામાં આવે છે.અને જો રાજકોટ બોડી નું પી.એમ કરાવશો તો છેટ રાજકોટ ધક્કા ખાવા પડશે તેવું એમ્બ્યુલન્સ ચાલક કુલદીપ ગઢવી જણાવે છે તે પણ આ વાતમા કઈક ગોટાળો હોય તેવું શંકાસ્પદ લાગે છે

પોતાની ઘોર બેદરકારી છુપાવવા આ બંને ડોક્ટરો જયેશ પટેલ અને મનુ પારીયા એ એમ્બ્યુલન્સ ચાલક કુલદીપ ગઢવી પાસે દર્દી રસ્તામાં જ ગુજરી ગયા છે તેવું કહેડાવી છેતરપિંડી અને વિશ્વાસઘાત કરેલ છે તેવું સ્પષ્ટ જણાય રહ્યું છે અને ઘટના બાદ જયશ્રીબેનના મોટા પુત્ર રાધેશે ડો. જયેશ પટેલ પાસે રૂબરૂ જઈ સારવાર ના તમામ CCTV ફૂટેજની માંગણી કરતા ડોક્ટરો પહેલા ગલ્લા-તલ્લા કરવા લાગેલ હતા અને પછી રેલો આવશે તેવું જણાતા અમે પોલીસને આપીશું તેવું જણાવે છે. આથી પોલીસ દ્વારા તાત્કાલિક FIR નોંધી કાર્યવાહી કરવામાં આવે તેવી પરિવારજનોની માંગ છે.

એજ્યુકેશન સ્પેશ્યલ – 2020 એડિશન ડાઉનલોડ કરવા આ ઇમેજ પર ક્લીક કરો

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

Keep Social Distance, Wear Mask, Keep your Hand Clean

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63