Facebook Messengerમાં આવ્યું કમાલનું ફીચર, લૉક થઈ જશે પર્સનલ મેસેજ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.25-07,

સોશિયલ મીડિયા સાઈટ ફેસબુક મેસેન્જર સર્વિસનો ઉપયોગ દુનિયાભરના કરોડો યૂઝર્સ કરે છે. મેસેન્જર એપ પર યૂઝર્સ માટે નવું ફીચર રોલઆઉટ કરવામાં આવી રહ્યું છે, જેની મદદથી ચેટ્સ અને પર્સનલ મેસેજ સિક્યૉર કરી શકાશે. નવા ફીચરની મદદથી એપ લૉક કરવાથી ફોનનું એક્સેસ મળ્યા બાદ પણ કોઈ તમારા મેસેજ નહીં વાંચી શકે.

મેસેન્જર પ્રાઈવસી એન્ડ સેફ્ટીના ડિરેક્ટર ઑફ પ્રૉડક્શન મેનેજમેન્ટ દ્વારા સ્ટેટમેન્ટમાં નવા ફીચર સાથે જોડાયેલી જાણકારી આપી. તેમાં જણાવ્યું કે, iOS ડિવાઈસ યૂઝર્સ માટે ઑથેન્ટિકેશન ફીચર ઉપલબ્ધ છે અને ટૂંક સમયમાં યૂઝર્સ માટે પણ તેને રોલઆઉટ કરી દેવામાં આવશે. આગામી થોડા મહિનાઓમાં તમને પણ મેસેન્જર એપ પર નવી અપડેટ મળી શકે છે. આ અપડેટમાં ઘણા એડિશનલ કન્ટ્રોલ્સ પણ મેસેન્જર પર આપવામાં આવશે અને યૂઝર પોતે નક્કી કરશે કે કોણ તેને મેસેજ કરી શકશે અને કોણ નહીં.

વધુમાં જણાવ્યું કે, કેવી રીતે મેસેન્જર માટે પ્રાઈવસી સૌથી ઈમ્પોર્ટન્ટ છે અને નવા ફીચરની મદદથી એપ લૉક એક્સટ્રા પ્રૉટેક્શન લેયર એડ કરી દેશે. મેસેન્જર એપ પર મળનારું નવું ફીચર ડિવાઈસની પ્રાઈવસી સેટિંગ્સનો ઉપયોગ કરશે અને ફેસ ઑથેન્ટિકેશન અથવા પછી ફિંગરપ્રિન્ટ દ્વારા મેસેન્જર એપને લૉક કરી શકાશે. તેમણે કહ્યું કે, ફેસબુક યૂઝર્સના ફેસ અથવા ફિંગરપ્રિન્ટ સાથે જોડાયેલો ડેટા સ્ટોર કરવામાં નહીં આવે.

મળશે નવું પ્રાઈવસી સેક્શન

એપમાં નવું પ્રાઈવસી સેક્શન એડ કરવામાં આવ્યું છે, જેની મદદથી યૂઝર્સનો મેસેન્જર એક્સપિરીયન્સ પહેલાથી વધુ સારો થઈ જશે. આ સેક્શનમાં App Lock ટૉગલ ઉપરાંત મેસેજિંગ સેટિંગ્સ, સિક્રેટ કન્વર્ઝેશન્સ, બ્લૉક્ડ પીપલ, સ્ટોરી ઑડિયન્સ અને મ્યૂટેડ સ્ટોરીઝ પણ દેખાશે. યૂઝર્સને પહેલા કરતા વધુ પ્રાઈવસી કન્ટ્રોલ્સ આપવા માટે ફેસબુક આવા ફીચર્સ પર કામ કરી રહી છે. જણાવી દઈએ કે, ઈન્સ્ટાગ્રામ અને વ્હોટ્સએપ પર પહેલેથી જ આવા કન્ટ્રોલ ફીચર્સ યૂઝર્સને આપવામાં આવી રહ્યા છે.

એજ્યુકેશન સ્પેશ્યલ – 2020 એડિશન ડાઉનલોડ કરવા આ ઇમેજ પર ક્લીક કરો

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

Keep Social Distance, Wear Mask, Keep your Hand Clean

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63