સુરત પોલીસ મહિલા અને મંત્રીનો વિવાદ મામલો, વરાછા પોલીસે મંત્રીના પુત્ર સામે ગુનો નોંધ્યો, પ્રકાશ કાનાણી અને તેમના અન્ય મિત્રો સામે કરફ્યુ ભંગનો ગુનો દાખલ

પ્રકાશ કાનાણીના વિવાદ મામલે મંત્રી કુમાર કાનાણીનું નિવેદન: કાયદાનો ભંગ કર્યો હોય તો કાર્યવાહી કરો, મહિલા પોલીસકર્મીના વર્તન પર કાનાણીએ ઉઠાવ્યા સવાલ, મહિલા પોલીસકર્મીએ અપશબ્દો કહ્યા, સમગ્ર મામલે પોલીસ તપાસ કરી રહી છે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.12-07,

સુરતમાં મહિલા કોન્સ્ટેબલ અને પ્રકાશ કાનાણી વચ્ચે કર્ફ્યૂના સમયે વિવાદ થયો હતો. આ દરમિયાન પ્રકાશ કાનાણીએ પોતાના પિતા કુમાર કાનાણીને ફોન કર્યો હતો. ત્યારે હવે આ ઘટનાનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. મહિલા કોન્સ્ટેબલ અને કુમાર કાનાણી વચ્ચે થયેલી વાતચીતનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં મહિલા કોન્સ્ટેબલે કુમાર કાનાણીને સવાલ કર્યો કે, તમારો દીકરો ગાડી લઈને નિકળી શકે છે, શું MLAની પ્લેટ લગાવીને ફરી શકે છે, આ મામલે કુમાર કાનાણીએ જવાબ આપ્યો છે કે, મારો દીકરો MLAના પ્લેટની ગાડી લઈને ફરી શકે છે, તમારે જે કાર્યવાહી કરવી હોય તે કરી શકો છો.

સુરતમાં મહિલા કોન્સ્ટેબલ-પ્રકાશ કાનાણી વિવાદ મામલો, કુમાર કાનાણીએ કહ્યું કે કાયદાનો ભંગ કર્યો હોય કાર્યવાહી કરો સુરતમાં રાજ્યના આરોગ્ય મંત્રી કુમાર કાનાણીના પુત્ર પ્રકાશ કાનાણી અને મહિલા પોલીસકર્મી વચ્ચે બબાલની ઘટના સામે આવી હતી. જેમાં પ્રકાશ કાનાણી અને તેના મિત્રોએ કરેલી બબાલનો ઓડિયો વાયરલ થયો હતો. જેમાં પ્રકાશ કાનાણી અને PSI મહિલાકર્મી સાથેની ઉગ્ર બોલાચાલીનો ઓડિયો વાયરલ થયો હતો. આ મામલો ગરમાતાં ઉચ્ચ અધિકારીઓ પાસે પહોંચતા પોલીસ મહિલાકર્મીને તાબડતોડ ઘરે મોકલી દેવામાં આવ્યાં હતા. જો કે હવે ઘટાનાનો નવો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં આરોગ્ય મંત્રી મહિલા પોલીસકર્મીને કહી રહ્યાં છે કે મારો દિકરો MLAની પ્લેટ સાથે જ ફરશે. આ વાયરલ વીડિયો બાદ આરોગ્યમંત્રીએ નિવેદન આપ્યું છે કે મારા પુત્રએ જો કાયદાનો ભંગ કર્યો હોય તો કાર્યવાહી કરો.

એજ્યુકેશન સ્પેશ્યલ – 2020 એડિશન ડાઉનલોડ કરવા આ ઇમેજ પર ક્લીક કરો

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

Keep Social Distance, Wear Mask, Keep your Hand Clean

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63