ધો.9થી 12માં અભ્યાસક્રમ 30 ટકા ઘટશે !

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.08-07,

CBSE દ્વારા જાહેરાત કર્યા બાદ ગુજરાત બોર્ડની પણ તૈયારી

ગુજરાત બોર્ડમાં પણ એનસીઈઆરટીનો કોર્ષ હોવાથી સીલેબસ ઘટી શકે છે

કોરોનાને પગલે સ્કૂલોમાં કલાસરૂમ શિક્ષણ શક્ય ન બનતા વિદ્યાર્થીઓ પણ ભણતરનો ભાર ન પડે તે માટે સીબીએસઈ દ્વારા ધો.9થી12ના એકેડમિક કરિક્યુલમમાં 30 ટકા સુધી ઘટાડાની જાહેરાત કરાઈ છે ત્યારે ગુજરાત સરકાર પણ આ જ દિશામાં નિર્ણય કરશે.ગુજરાત બોર્ડમાં પણ એનસીઈઆરટીનો અભ્યાસક્રમ લાગુ હોવાથી એ જ પેટર્ન પ્રમાણે સીલેબસ ઘટી શકે છે.

કોરોનાને લીધે દેશમાં સ્કૂલો હજુ વિદ્યાર્થીઓ માટે ખુલી શકી નથી અને હજુ આગળ પણ ઘણા દિવસો માટે સ્કૂલોમા કલાસરૂમ શક્ય થવાનું નથી ત્યારે ચાલુ શૈક્ષણિક વર્ષ 2020-21 માટે અભ્યાસક્રમ ઘટાડવા માટે એનસીઈઆરટી અને સીબીએસઈ બોર્ડના નિષ્ણાંતોની એક કમિટી દ્વારા ડ્રાફટ તૈયાર કરવામા આવ્યો હતો આ ઉપરાંત એમએચઆરડીને વાલીઓ-નિષ્ણાંતો,શિક્ષકો તરફથી સીલેબસને લઈને 1500થી વધુ સૂચનો પણ મળ્યા હતા.

કેન્દ્ર સરકારની મંજૂરી બાદ અંતે સીબીએસઈ દ્વારા આજે વિધિવત રીતે નોટિફિકેશન કરીને તમામ સીબીએસસઈ સ્કૂલોને ધો.9થી12માં સીલેબસ ઘટાડા સાથે રિવાઈઝડ સીલેબસની સૂચના આપી છે. સીબીએસઈમાં ધો.9થી12માં 30 ટકા સુધી સીલેબસ ઘટાડવામા આવ્યો છે.

અગાઉ આઈસીએસઈ દ્વારા પણ ધો.10-12ના કોર્સમાં 25 ટકા સુધી ઘટાડો કરવાની જાહેરાત થઈ છે ત્યારે હવે ગુજરાત બોર્ડ પણ સીલેબસ ઘટાડાની દિશામા આગળ વધશે.સીબીએસઈની જેમ ગુજરાત બોર્ડમાં પણ પ્રાથમિકમાં કેટલાક ધોરણો-વિષયોમાં અને ધો.9થી12મા તમામ કોર્સ એનસીઈઆરટી આધારીત છે ત્યારે ગુજરાત સરકાર પણ પ્રાથમિકથી માંડી ધો.12 સુધીના અભ્યાસક્રમમાં ઘટાડો કરવા નિર્ણય કરશે.

આ અંગે ગુજરાત સરકારના પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ સચિવ વિનોદ રાવે જણાવ્યું કે આપણે પણ એનસીઈઆરટી કોર્સ જ લાગુ કર્યો છે અને સીબીએસઈ એક્ઝામ પેટર્ન અને એકેડમિક યર પેટર્ન પણ આપણે લાગુ કરી છે ત્યારે સીબીએસઈનો નિર્ણય આપણા બોર્ડમાં પણ ઈનકોર્પોરેટ કરીશું.

ગુજરાત બોર્ડમાં ધો.9થી12માં સીલેબસ ઘટાડવા નિર્ણય લેવાશે.આ અંગે થોડા દિવસમાં વિચારણા બાદ નિર્ણય થશે.હજુ સુધી સરકાર તરફથી કોઈ મંજૂરી આવી નથી. જ્યારે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે તમામ પાસા તપાસી આપણે પણ આ મુદ્દે આગળ વધીશું.

એજ્યુકેશન સ્પેશ્યલ – 2020 એડિશન ડાઉનલોડ કરવા આ ઇમેજ પર ક્લીક કરો

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

Keep Social Distance, Wear Mask, Keep your Hand Clean

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63