કોરોના: હોમ આઇસોલેશન માટે સરકારે જારી કરી નવી ગાઈડલાઈન

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.03-07,

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા કોરોના વાયરસના હળવા, મધ્યમ અને ગંભીર લક્ષણો ધરાવતા દર્દીઓ માટે હોમ આઈસોલેશનની નવી ગાઈડલાઈન્સ જાહેર કરવામાં આવી છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એસિમ્પ્ટોમેટિક લક્ષણો ધરાવતા કેસો વધતા આ ગાઈડલાઈન્સ જાહેર કરવામાં આવી છે.

ક્યાં દર્દીને આઇસોલેશન કરશે? સારવાર કરતા મેડિકલ ઓફિસર દ્વારા દર્દીને એસિમ્પ્ટોમેટિક, વેરી માઈલ્ડ સિમ્ટોમેટિક અને પ્રિ-સિમ્ટોમેટિક તરીકે દર્શાવવામાં આવ્યા હોય. આવા કિસ્સામાં દર્દી પાસે ઘરે આઈસોલેશન માટેની સુવિધા હોવી જોઈએ તથા તેના સંપર્કમાં આવતા લોકો માટે પણ આઈસોલેશન સુવિધા જરૂરી છે. 60 વર્ષથી વધુ ઉંમર ધરાવતા દર્દીઓને કે જેમને અન્ય રોગો પણ હોય તેમને તબીબી અધિકારી દ્વારા યોગ્ય મૂલ્યાંકન બાદ જ હોમ આઈસોલેશન માટેની મંજૂરી આપવામાં આવશે.

હોમ આઇસોલેશનનો સમયગાળો, – હોમ આઈસોલેશન હેઠળ રહેલા દર્દીને લક્ષણોના શરૂઆતના 10 દિવસમાં જો ત્રણ દિવસ સુધી તાવ ન આવે તો તેને ડિસ્ચાર્જ કરવામાં આવશે. ત્યારબાદ દર્દીને સલાહ આપવામાં આવશે કે હોમ આઈસોલેશન થઈને વધુ સાત દિવસ સુધી તેમના સ્વાસ્થ્યનું સ્વ-નિરીક્ષણ કરવું પડશે. હોમ આઈસોલેશનનો સમય પૂરો થયા બાદ તેની જરૂર રહેશે નહીં.

દર્દીઓએ આટલું ધ્યાન રાખવું જોશે– હોમ આઈસોલેશન દરમિયાન દર્દીઓએ ટ્રિપલ લેયર મેડિકલ માસ્કનો ફરજીયાત ઉપયોગ કરવાનો રહેશે. જો માસ્ક ભીનો થઈ જાય અથવા તો મેલો લાગે તો આઠ કલાક બાદ તેનો યોગ્ય નિકાલ કરી દેવો પડશે. માસ્કને સોડિયમ હાઈપો-ક્લોરાઈટથી ડિસઈન્ફેક્ટ કર્યા બાદ જ તેનો નિકાલ કરવો પડશે.

-દર્દીએ નક્કી કરેલા રૂમમાં ઘરના અન્ય લોકોથી દૂર રહેવું જોઈએ. દર્દીએ પૂરતા પ્રમાણમાં પ્રવાહી લેવું જોઈએ અને પૂરતી ઊંઘ જરૂરી છે. વારંવાર સાબુ અને પાણીથી 40 સેકન્ડ હાથ ધોતા રહેવું પડશે અથવા તો આલ્કોહોલ ધરાવતા સેનિટાઈઝરથી સાફ કરતા રહેવું પડશે.

– દર્દીએ ડોક્ટર્સની સૂચનાઓ અને સલાહોનું ચુસ્તપણે પાલન કરવું જોઈએ અને નિયમિત રીતે દવાઓ જરૂરી છે. દર્દીએ દૈનિક તાપમાનની દેખરેખ સાથે તેના સ્વાસ્થ્યનું જાતે નિરિશ્રણ કરવું પડે. કોઈ પણ પ્રકારના લક્ષણો જણાય તો તાત્કાલિક જાણ કરવાની રહેશે.

એજ્યુકેશન સ્પેશ્યલ – 2020 એડિશન ડાઉનલોડ કરવા આ ઇમેજ પર ક્લીક કરો

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

Keep Social Distance, Wear Mask, Keep your Hand Clean

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63