NEET, JEE Main અને JEE Advance ફરી સ્થગિત, હવે સપ્ટેમ્બરમાં યોજાશે પરીક્ષા

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.03-07,

બધાની નજર નીટ (NEET) અને જેઈઈ મેઇન (JEE Main)ની એક્ઝામ પર ટકેલી હતી. હવે આ સસ્પેન્સ પરથી પડદો હટી ગયો છે. JEE Mainની પરીક્ષા 1 સપ્ટેમ્બરથી 6 સપ્ટેમ્બર સુધી યોજાશે. JEE Advanced 27 સપ્ટેમ્બર 2020ના રોજ યોજાશે. જ્યારે NEET 2020નું આયોજન 13 સપ્ટેમ્બરે થશે. માનવ સંશાધન અને વિકાસ મંત્રી ડો. રમેશ પોખરિયાલે જેઈઈ અને નીટની પરીક્ષા સ્થગિત કરતા નવી તારીખની જાહેરાત કરી છે.

આ વર્ષે પરીક્ષાઓ બે વખત સ્થગિત કરવામાં આવી છે. મૂળ રૂપથી જેઈઈ મેઈન 7 એપ્રિલથી 11 એપ્રિલ વચ્ચે નિર્ધારિત કરવામાં આવી હતી. 3 મે એ NEETની પરીક્ષા યોજાવાની હતી. માનવ સંશાધન વિકાસ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે 18 જુલાઈથી 23 જુલાઈ વચ્ચે જેઈઈ મેઈન અને 26 જુલાઈ NEET યોજવાની જાહેરાત કરી હતી. જોકે હવે નવી તારીખો આવી છે.

એજ્યુકેશન સ્પેશ્યલ – 2020 એડિશન ડાઉનલોડ કરવા આ ઇમેજ પર ક્લીક કરો

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

Keep Social Distance, Wear Mask, Keep your Hand Clean

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63