મોરબીની મુલાકાતે આવેલ હાર્દિક પટેલે સ્પષ્ટતા કરી : હું મોરબી માળીયા બેઠક પરથી ચૂંટણી લડવાનો નથી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.03-07,

મોરબી: ક્રોગ્રેસમાંથી રાજીનામું આપીને બ્રિજેશ મેરજા ભાજપમાં જોડાયા બાદ આગામી ધારાસભ્યની પેટા ચૂંટણીમાં ભાજપ સામે ચૂંટણીલક્ષી યોજના ઘડવા માટે આજે હાર્દીક પટેલ મોરબીની મુલાકાતે આવ્યા હતા અને સર્કિટ હાઉસ ખાતે તેમણે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે સીરામીક નગરી તરીકે ભારત જ નહીં, વિશ્વ વિખ્યાત મોરબીમાં 30 વર્ષથી ભાજપના ધારાસભ્ય અને પાલિકા, જિલ્લા પંચાયત પણ અગાઉ ભાજપ પાસે હોવા છતાં ભાજપ મોરબીનો વિકાસ કરવામાં ક્યાંકને ક્યાંક નિષફળ ગયા હોવાનો આરોપ કર્યો હતો.

હાર્દિક પેટલે જણાવ્યું હતું કે છેલ્લા ચાર વર્ષની બાદ કરતાં મોરબી તમામ સ્થાનિક કક્ષાએ ભાજપની સત્તા હોવા છતાં રોડ-રસ્તા, ગંદકી સહિતની પ્રાથમિક અસુવિધાઓ છેલ્લા 30 વર્ષમાં ઠેરની ઠેર જ રહી છે. સૌથી મોટી બાબત એ છે કે ભારતનો સૌથી મોટો ઉધોગ સીરામીક ઉદ્યોગ મોરબીમાં હોવા છતાં ભાજપ ઉદ્યોગકારોના પ્રશ્નોની ઘોર અવગણના કરે છે. સીરામીક સહિતના અન્ય ઉદ્યોગના વિકાસને પ્રોત્સાહન આપવાને બદલે વારંવાર ટેક્સ ચોરી, ગેસના ભાવ વધારા કરી અને ઉદ્યોગ ઝોનમાં માળખાકીય સુવિધા ન આપતા ઉદ્યોગોનું ભવિષ્ય અંધકારમય બની જાય તેવી સ્થિતિ છે. તેમણે મોરબીની અત્યારની દશા અંગે ભાજપને જવાબદાર ઠેરવ્યો હતો. મોરબીના રોડ રસ્તા સહિતની તમામ અસુવિધાઓ મામલે ભાજપ સરકારને દોષ આપ્યો હતો. જોકે હાર્દિક પટેલ મોરબી – માળીયા બેઠક પરથી ચૂંટણી લડવાનો કોઈ ઈરાદો ન હોવાની પણ સ્પષ્ટતા કરી હતી.

એજ્યુકેશન સ્પેશ્યલ – 2020 એડિશન ડાઉનલોડ કરવા આ ઇમેજ પર ક્લીક કરો

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

Keep Social Distance, Wear Mask, Keep your Hand Clean

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63