મોરબી: કેન્યાના રાજદૂત વિલી બેટ સાથે 8 જૂનના મોરબી સીરામિક એસો. ની ઓનલાઈન મિટિંગ યોજાશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.07-06,

મોરબીનો સીરામીક ઉધોગ ગલ્ફનો દેશોમાં 35 ટકા જેવો માલ એક્સપોર્ટ કરે છે આ ગલ્ફના દેશોમાં મોરબીની સીરામીક ટાઇલ્સ ઉપર તોતિંગ એન્ટી ડંમ્પીગ ડ્યુટી લગાવવા જઈ રહ્યું છે જેનાથી મોરબીના સીરામીક ઉધોગને ફટકો પડે તેમ છે કારણકે મોરબીનો સીરામીક ઉધોગ ગલ્ફનો દેશોમાં 35 ટકા જેવો માલ એક્સપોર્ટ કરે છે. આથી આ 35 ટકા એક્સપોર્ટ અમેરિકા, આફ્રિકા ,કેન્યા સહિતના દેશોમાં ડાયવર્ટ કરવાના પ્રયાસો શરુ કરી દેવાયા છે. જેના ભાગરૂપે કેન્યાના રાજદૂત સાથે સોમવારે મોરબી સીરામીક ઉધોગકારોની ઓનલાઈન મીટીંગનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કેન્યાનું માર્કેટમાં એક્સપોર્ટ કરવા અંગેની ચર્ચા વિચારણા કરાશે, મોરબી સીરામીક એસોના પ્રમુખ નિલેશભાઈ જેતપરિયાએ આ અંગે જણાવ્યું હતું કે, વર્તમાન સ્થિતિમાં જીસીસી(ગલ્ફ)ના દેશો દ્વારા તોતિંગ એન્ટિ ડમ્પીંગ લાગવાનું નક્કી જેવું જ છે ત્યારે મોરબીના સીરામીક ઉધોગનું 35 ટકા એક્સપોર્ટ ગલ્ફના દેશોમાં હતું. ત્યારે હવે પછી આ વેપારને બીજા માર્કેટમાં ડાઇવર્ટ કરવા માટે આફ્રિકા અને અમેરિકા બંને માર્કેટ આપણે સંયુક્ત પ્રયત્નોથી કરવા જોઈએ અને તેના ભાગરૂપે આફ્રિકાના દેશોમાં કેન્યા પણ એક મોટું માર્કેટ છે ત્યારે રેડિકલ કોમ્યુનિકેશન દ્વારા આફ્રિકાના કેન્યામાં રહેલ તકો માટે ભારતની સિરામિક ઇન્ડસ્ટરીઝ તેમજ દિલ્હી સ્થિત કેન્યાના રાજદૂત મહામહિમ વિલી બેટ તેમજ ભારતના સીરામીક ઉદ્યોગકારો , એક્સપોર્ટરો અને ગુજરાતના અન્ય એસોસિએશન સાથે આવતીકાલે સોમવારે સવારે 11-30 મિનિટે ઓનલાઈન મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. તેથી આ ઓનલાઈન મીટીંગમાં જોડાવવા માટે સીરામીક ઉધોગકારો નીચે આપેલી લિંકમાં રજીસ્ટર કરાવી લેવાની અપીલ કરી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ ઓનલાઈન મિટિંગમાં સીરામીક ઉધોગકારોને કેન્યા માટે કઈપણ એક્સપોર્ટને લગતા પ્રશ્નો હોય તો આજે જ 9825212799 માં વૉટ્સએપ દ્વારા મોકલી દેવા જણાવ્યું છે. જેથી એ પ્રશ્નોની ચર્ચા કાલે કેન્યાના મહામહિમ રાજદૂત સાથે કરી શકાય. અને આ લાઈવ પ્રશ્નો લઇ શકાય. આ સિવાય કેન્યામાં નવા વેપારની તકો , વેપારી સાથેની મિટિંગો તેમજ ત્યાં સીરામીક માટે જોઈન્ટ વેન્ચર તેમજ અન્ય બાબતો આ મિટિંગમાં ચર્ચા થશે તો આ મિટિંગમાં જોડાવવા માટે સીરામીક ઉધોગકારોને રજીસ્ટ્રેશન ફરજીયાત રહેશે.   https://us02web.zoom.us/webinar/register/WN_c9lvtgxNQHmiIMCcBtDXvg આ લીક પર રજિસ્ટ્રેશન કરી લેવા યાદીમાં જણાવાયું છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

Keep Social Distance, Wear Mask, Keep your Hand Clean

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63