કાલથી કો-ઓપરેટિવ બેન્કસમાંથી ‘આત્મનિર્ભર યોજના’ના ફોર્મનું વિતરણ કરાશે: અશ્વિની કુમાર

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.20-5,

આત્મનિર્ભર ગુજરાત યોજના અંગેની માહિતી આપતા સીએમના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું કે, ‘આવતીકાલથી કો-ઓપરેટિવ બેંક, ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંક, સિટિ કો-ઓપરેટિવ બેંકના 9000થી વધુ આઉટલેટ પરથી આત્મનિર્ભર ગુજરાત યોજના માટેના ફોર્મનું વિતરણ શરૂ કરાશે. આ યોજના અંતર્ગત નાના અને સામાન્ય વર્ગના દુકાનદાર, વાળંદ ભાઈ-બહેનો, રિટેલર્સ, કારપેન્ટર, પ્લમ્બર, ઈલેક્ટ્રિશિયન, ફિટર, મેકેનિક, ફેરિયા અને નાના દુકાનદાર સહિતના સામાન્ય વર્ગના લોકોનો સમાવેશ કરવામા આવ્યો છે. જેમાં કો-ઓપરેટિવ બેંકના માધ્યમથી એખ લાખ રૂપિયા સુધીનું ધિરાણ લોકોને મળવાનું છે. જેના માટે તેઓએ 2 ટકા વાર્ષિક વ્યાજ ચૂકવવાનો રહેશે જ્યારે બાકીના 6 ટકાનો વાર્ષિક વ્યાજ રાજ્ય સરકાર ભોગવશે. ‘આત્મનિર્ભર ગુજરાત’ રાજ્ય સરકારનો એક મહત્વનો કાર્યક્રમ છે. જેના માટે કેન્દ્ર સરકાર દ્વારા રૂપિયા 5 હજાર કરોડની ફાળવણી કરવામાં આવી છે.’   આજે વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને સતત આઠમી વખત કેબિનેટની બેઠક વિડીયો કોન્ફરન્સના માધ્યમથી યોજાઈ હતી. આ મીટિંગમાં લોકડાઉન 4માં રાજ્ય સરકારે આપેલી છૂટછાટો અને તેના અમલીકરણની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. ગરીબ વર્ગ અને રોજે-રોજ કમાઈને ખાનાર સમાજના વર્ગ અને સામાન્ય તેમજ મઘ્યમ વર્ગની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે લોકડાઉનના ચોથા તબક્કામાં ઘણી છૂટછાટો આપી છે. રાજ્ય સરકારે લોકોને બિનજરૂરી લોકોને ભીડ ન કરવા અપીલ કરી છે. દુકાનમાં એક સમયે પાંચ કરતા વધુ લોકોની ભીડ ન થાય તેવો સીએમએ અનુરોધ કર્યો છે. અશ્વિની કુમારે વધુમાં જણાવ્યું કે, ‘કોરોનાનું સંક્રમણ આપણી વચ્ચે છે અને હવે આપણે કોરોનાની વચ્ચે સુરક્ષિત રહીને જીવતા શીખવાનુ અને આર્થિક, વ્યાપારિક, સામાજિક જનજીવન ઝડપભેર સામાન્ય થાય તે પણ આપણે શીખવાનું છે. નાના-સામાન્ય અને મધ્યમ વર્ગના હિતોને ધ્યાનમાં રાખીને મોટાપાયે છૂટછાટ આપવામા આવી છે ત્યારે સૌ પોતાની જવાબદારીપૂર્વક યોગ્ય રીતે નિયમોનું પાલન કરે અને અન્ય લોકો પાસે પણ કરાવે તેવી મુખ્યમંત્રીએ લોકોને અપીલ કરી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

Keep Social Distance, Wear Mask, Keep your Hand Clean

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63