રાજકોટ : પાન-મસાલાની દુકાન ખુલતા અડધો કિલોમીટર લાંબી લાઇન લાગી : દુકાનો બંધ કરવી પડી!

રાજકોટમાં પાન-મસાલો લેવા માટે લોકો સવારે પાંચ વાગ્યાથી લાઇનમાં ઊભા રહી ગયા, પડાપડી થતાં પોલીસ દોડી આવી, દુકાનો બંધ કરવી પડી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.16-5,

રાજ્યમાં 55 દિવસ બાદ જીવનજરૂરી વસ્તુઓ સિવાયની દુકાનો ખુલી છે. મંજૂરી મળતા વહેલી સવારથી જ દુકાનો બહાર લાઈનો લાગી છે. સૌરાષ્ટ્રમાં અને ખાસ કરીને રાજકોટની વાતો કરવામાં આવે તો અહીં પાન-માવાની દુકાનો ખુલતા જ લોકોએ લાઇનો લગાવી દીધી હતી. તમાકુ પ્રોડક્ટનું વેચાણ કરતી એજન્સીઓ પર પણ વહેલી સવારથી જ લાઇનો લાગી હતી. અનેક જગ્યા પર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા દુકાનો બંધ કરવી પડી હતી. એક સમયે પાન-મસાલાની એજન્સી બહાર અડધો કિલોમીટર લાંબી લાઇન લાગી હતી. છૂટછાટ મળતા જમાવડો : રાજકોટમાં પાન-મસાલાની રાજકમલ એજન્સી પર ગયા ત્યારે માલુમ પડ્યું કે અહીં લોકો વહેલી સવારના પાંચ વાગ્યાથી જ લાઇનમાં લાગી ગયા હતા. જે બાદમાં પોલીસે દોડવું પડ્યું હતું અને ટોળે વળીને ઊભા રહેલા લોકોને ખસેડ્યા હતા. એટલે કે સ્થિતિ કાબૂ બહાર જતા પોલીસ દોડી હતી. બીજી તરફ એજન્સીઓ તરફથી લોકો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરે તે માટે ખાનગી સિક્યુરિટી ગોઠવી દેવામાં આવી છે. આ મામલે પાન-મસાલાની એજન્સી તરફથી કહેવામાં આવ્યું હતું કે વહેલી સવારથી જ 100થી 150 લોકો લાઇનમાં ઊભા રહી ગયા હતા. સવારે આઠ વાગ્યે દુકાન ખોલવામાં આવી હતી પરંતુ અમુક આવારા તત્વોએ લાઇન તોડી અને સોશિયલ ડિસ્ટન્સિંગ તોડવાનો પ્રયાસ કર્યા બાદ એજન્સી બંધ કરી દેવામાં આવી હતી.

બ્લેકના પૈસા આપી થાક્યા : આ મામલે વ્યસનીઓ સાથે વાતચીત કરવામાં આવતા તેઓએ જણાવ્યું હું કે બે મહિનાથી કંઈ વસ્તુ મળી નથી. તે લોકો બ્લેકના પૈસા આપીને થાક્યા છે. 18 રૂપિયામાં બીડી મળી રહી હતી તેના 150 રૂપિયા લેવામાં આવે છે. 55 દિવસથી કોઈ વ્યવસન મળ્યું નથી. હવે તેઓ થાક્યા છે. લોકોએ બે હાથ જોડી વિનંતી કરી  લોકોએ જણાવ્યું હતું કે, અમે વ્યસન વગર 55 દિવસ કાઢ્યા છે. હવે અમે વ્યસન વગર વધારે દિવસો કાઢી શકીએ તેમ નથી. મહેરબાની કરીને આ એજન્સીઓને શરૂ કરાવવામાં આવે.  

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

Keep Social Distance, Wear Mask, Keep your Hand Clean

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63