ગેસ કંપનીનું નવું ગતકડું : જે ઉદ્યોગો અન્ય કોઈ ગેસ વાપરશે તો તેને રાહતનો લાભ નહિ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.16-5,

મોરબી : તાજેતરમાં સરકાર દ્વારા ગુજરાત ગેસના બિલ હપ્તામાં રાહત આપવાની જાહેરાત કરી હતી. લોકડાઉનના કારણે ઉદ્યોગો બંધ રહ્યા હતા. તેને ફરીથી પાટા પર લાવવાના હેતુથી સરકાર દ્વારા આ રાહતલક્ષી જાહેરાત કરવામાં આવી હતી. જેમાં ગેસ કંપની દ્વારા બીલની બાકીની રકમ ચાર હપ્તામાં 23 જૂન સુધીમાં ભરી દેવાની છૂટ આપવામાં આવી હતી. જેના ઉપર 18 ટકાને બદલે 10 ટકા વાર્ષિક દર લેખે લેટ પેમેન્ટ ચાર્જ લાગુ પાડવાનું જાહેર કર્યું હતું. ઉદ્યોગકારોના જણાવ્યા અનુસાર હવે આ રાહત ઉપર ગેસ કંપનીએ નવું ગતકડું કાઢ્યું છે. ગેસ કંપનીએ જાહેર કર્યું છે કે જે ઉદ્યોગો અન્ય કોઈ ગેસ વાપરશે તો તેને આ રાહતનો લાભ આપવામાં આવશે નહિ. જો કે હાલ પ્રોપેન રૂ. 20માં આવતો હોય અને તેની સામે ગુજરાત ગેસ કંપનીનો પીએનજી રૂ. 28માં આવતો હોય ઉદ્યોગકારો પોતાનો લોસ રિકવર કરવાના ગણિતથી પ્રોપેન જ વાપરવાના હોય તે સ્વાભાવિક છે. પ્રોપેનના ભાવ ઘટ્યા હોય ઉદ્યોગકારો પ્રોપેન તરફ ન વળે તે માટે ગેસ કંપનીના અધિકારીઓએ વ્યૂહ રચ્યો છે. જેમાં ઉદ્યોગકારોને રાહત આપવાની માત્ર વાત જ છે બાકી હકીકતમાં ઉદ્યોગકારોને નુકસાન પહોંચાડીને કંપનીનો ધંધો વધારવાની યુક્તિ છે.   એક તરફ સરકાર ઉદ્યોગોને પહેલાની જેમ ધમધમતા કરવા માટે રાહત જાહેર કરી રહી છે. બીજી તરફ ગેસ કંપનીના અધિકારીઓ કંપનીનો નફો વધારવા માટે તઘલખી નિર્ણયો લઈ રહી છે. ઉદ્યોગકારો સરકારને રજુઆત કરી નિર્ણય સામે વિરોધ કરશે

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

Keep Social Distance, Wear Mask, Keep your Hand Clean

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63