વિદેશ ફસાયેલા ભારતીયોને સ્વદેશ લાવવાની કવાયત શરુ : 64 વિમાનો તૈયાર

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.5-5, (દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.5-5, ભારત સરકાર કોરોના વાયરસ લોકડાઉનનાં કારણે વિદેશોમાં ફસાયેલા 14,800 ભારતીય નાગરિકોને સ્વદેશ લાવવા માટે 7થી 13 મે સુધી 64 વિમાનો સંચાલિત કરી શકે છે. એક વરિષ્ઠ અધિકારીએ મંગળવારનાં જણાવ્યું કે આ વિશેષ વિમાનોનું સંચાલન એર ઇન્ડિયા અને તેની સહાયક એર ઇન્ડિયા એક્સપ્રેસ કરશે. જે યાત્રીઓ ભારત આવશે તેમણે ભારત આવવાનું ભાડું ખુદ આપવું પડશે.

આ દેશોથી આવશે ભારતીયો   સંયુક્ત અરબ અમીરાત, બ્રિટન, અમેરિકા, કતાર, સાઉદી અરબ, સિંગાપુર, મલેશિયા, ફિલીપીંસ, બાંગ્લાદેશ, બહરીન, કુવૈત અને ઓમાનથી ભારતીયોને વતન પરત લાવવામાં આવશે. ભારતમાં કોરોના વાયરસને ફેલાવાથી રોકવા માટે 25 માર્ચથી લોકડાઉન છે જેને 17 મે સુધી વધારી દેવામાં આવ્યું છે. આ દરમિયાન તમામ કૉમર્શિયલ ફ્લાઇટનું સંચાલન બંધ છે. ગૃહ મંત્રાલયે સોમવારનાં જાહેર કર્યું કે, તે આવા ભારતીયોને સ્વદેશ પરત લાવવાની સુવિધા આપશે જેમાં કોરોના વાયરસ મહામારીનાં કોઈ લક્ષણ નથી. તે 7 મેથી તબક્કાવાર રીતે વિમાનો અને નૌસૈનિક જહાજો દ્વારા પરત લાવશે જેનું ભાડું યાત્રીઓએ કરવાનું રહેશે. અધિકારીઓએ જણાવ્યું કે, 7 મેથી 13 મેની વચ્ચે ભારત યૂએઈ માટે 10, અમેરિકા અને બ્રિટન માટે 7-7, સાઉદી અરબ માટે 5, સિંગાપુર માટે 5 અને કતાર માટે 2 ફ્લાઇટ સંચાલિત કરશે. અધિકારીઓએ જણાવ્યું કે બાંગ્લાદેશ અને મલેશિયા 7-7 ફ્લાઇટો જવાની સંભાવના છે, જ્યારે કુવૈત અને ફિલીપીંસ માટે 5-5 ફ્લાઇટોનું સંચાલન થઈ શકે છે.   7 દિવસમાં 64 ફ્લાઇટ ભરશે ઉડાનો   આ ઉપરાંત ઓમાન અને બહરીન માટે 2-2 ફ્લાઇટનું સંચાલન થઈ શકે છે. સ્વદેશ વાપસીની 64 ફ્લાઇટમાંથી કેરળથી 15, દિલ્હી અને તમિલનાડુથી 11-11, મહારાષ્ટ્ર અને તેલંગાનાથી 7-7 અને બાકીની 5 અન્ય રાજ્યોથી સંચાલિત થશે. અધિકારીઓએ જણાવ્યું કે 7 દિવસનાં સમયગાળા દરમિયાન 64 ઉડાનોનાં માધ્યમથી લગભગ 14,800 ભારતીય નાગરિકોને વિદેશમાંથી કપરી સ્થિતિમાંથી છોડાવી સ્વદેશ લાવવામાં આવશે

Keep Social Distance, Wear Mask, Keep your Hand Clean

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63