કપરી સ્થિતિમાં પણ ફરજ બજાવતા પોલીસ જવાનોની ભાવુક કરી દેતી તસ્વીર

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.11-4, દેશ અત્યારે કોરોના મહામારી સામે જંગ લડી રહ્યો છે ત્યારે ફ્રન્ટ લાઈન પર કોરોના સામે મુકાબલો કરતા આપણા પોલીસ જવાનો સૌથી વધુ ખડે પગે રહી પ્રજાની સેવા કરી પોતાની ફરજ બજાવી રહ્યા છે ત્યારે આવા જ પોલીસ જવાનોની ભાવુક કરતી તસ્વીર સામે આવી છે

ખાખી વરદી માં ફરજ પર તૈનાત આ મહિલા પોલીસ કે જેના એક હાથમાં મમતાની દોરી છે તો બીજા હાથમાં ફરજની કલમ છે  

સામાન્ય રીતે પોલીસ શબ્દ સાંભળતા ની સાથે જ મનમાં ડરની ભાવના ઉભી થતી હોય છે જો કે છેલ્લા થોડા સમયથી જે રીતે કોરોનાવાયરસ એ સમગ્ર દેશને પોતાની બાનમાં લીધો છે ત્યારે પોલીસ જવાનો આ જીવલેણ વાઇરસથી લોકોને બચાવવા તનતોડ મહેનત કરી રહ્યા છે અને પ્રધાનમંત્રી એ આપેલા લોકડાઉન ના નિયમનું ચુસ્ત પણે પાલન કરાવી રહી છે. આ સમયમાં ગુજરાતમાં મહિલા પોલીસ પણ ફરજ બજાવી પોતાના પરિવાર ની સાથે સાથે દેશની પણ રક્ષા કરે છે.   આવી જ બે વિરાંગના રાજકોટ જિલ્લાના પડધરી પોલીસ મથકમાં પોતાના સંતાનોને સાથે રાખી પોતાની નૈતિક ફરજ નિભાવી રહી છે. ખાખી વરદી માં ફરજ પર તૈનાત આ મહિલા પોલીસ કે જેના એક હાથમાં મમતાની દોરી છે તો બીજા હાથમાં ફરજની કલમ છે.   આ દ્રશ્ય છે રાજકોટ જિલ્લાના પડધરી પોલીસ મથકના અહીંયા બે મહિલા પોલીસ લોકડાઉન ના સમયમાં પોતાની નૈતિક ફરજ બજાવે છે પરંતુ સાથે સાથે પરિવાર ની જવાબદારી પણ તેમના સીરે છે એ પણ પૂર્ણ કરે છે. એકનું નામ છે નેહા કણજારિયા કે જેઓ આસિસ્ટન્ટ સબ ઇન્સપેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે જ્યારે બીજા મહિલા પોલીસનું નામ છે ચેતના વાલાણી કે જેઓ પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવી રહ્યા છે.   નેહાબેનની 10 માહિનાની પુત્રી છે અને ચેતના બેન ને 14 મહિનાનો પુત્ર છે. કોઈપણ બાળક પોતાના માતાથી દૂર ન જ રહી શકે એ તો સ્વાભાવિક છે પરંતુ આ સમયે આ બંને વિરાંગનાઓ પોતાના સંતાન ને સાથે રાખી પોલીસ મથકમાં પોતાની નૈતિક ફરજ નિભાવી સમાજના સાચા રાષ્ટ્ર રક્ષક સાબિત થાય છે.   આ બન્ને મહિલા પોલીસની કામગીરીને ખુદ જિલ્લા પોલીસ વડા એ બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા.એ.એસ.આઇ નેહાબેન અને તેમના પતિ બન્ને પોલીસ માં ફરજ બજાવી રહ્યા છે ત્યારે નેહાબેન પોતાના સંતાન ને લઇ પોતાની ફરજ પર જતાં રહે છે અને તેમના પતિ પણ આ જ મુજબ રાજકોટ શહેર પોલીસમાં ફરજ બજાવી રહ્યા છે.

પગમાં ફેક્ચર છતાં ફરજ બજાવતા સુરેન્દ્રનગરના કોન્સટેબલ સત્યજિતસિંહ

જયારે આ તસ્વીર સુરેન્દ્ર નગરની છે, સુરેન્દ્ર નગરના પોલીસ કોન્સ્ટેબલ સત્યજિતસિંહની છે જેઓ બાઈક સ્લીપ થતા પગમાં ફેકચર થયું છે તેમ છતાં પણ તેઓ પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી રહ્યા છે.

ઘરમાં રહો, સુરક્ષિત રહો, અને અન્યને પણ સુરક્ષિત કરો

કોરોના સામે ચાલી સહેલા યુદ્ધની પળ પળની માહિતીથી અપડેટ રહેવા નીચે આપેલ લિંક પરથી કોઈપણ એક વૉટ્સઍપ ગ્રુપની લિંક પર ક્લિક કરી ગ્રુપ જોઈન કરો.

GROUP LINK-04 DIVYAKRANTI NEWS B61

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63

GROUP LINK-07 DIVYAKRANTI NEWS B64

GROUP LINK-08 DIVYAKRANTI NEWS B65

GROUP LINK-09 DIVYAKRANTI NEWS B66

GROUP LINK-10 DIVYAKRANTI NEWS B67

GROUP LINK-11 DIVYAKRANTI NEWS B68

GROUP LINK-12 DIVYAKRANTI NEWS B69

GROUP LINK-13 DIVYAKRANTI NEWS B70