લોકડાઉન સાઈડ ઇફેક્ટ : ઠેર ઠેર ગટર ઉભરાવાની રાવ : તંત્ર કોરોના સામે લડવામાં અન્ય પ્રજાકીય પ્રશ્ને તંત્ર ખુદ “લોકડાઉન”

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. 31-3, લોકડાઉન બાદ વિવિધ શહેરોમાંથી ગટર ઉપભરવાની અને વ્યવસ્થિત મેન્ટાઈન ના થતી હાવોના કારણે ગટર ઉભરાવવાની ફરિયાદ વિવિધ વિસ્તારોમાંથી મળી છે, આજ તા. 31-3 ના મોરબી શહેરના ભગવતી પાર્ક-કુબેરનગર-વાવડી રોડ પાસે ગટરો ઉભરાતા ભયંકર દુર્ગંધથી અહીંના રહીશો ત્રાહિમામ પોકારી ગયા છે.

તંત્રને વારંવાર જાણ કરવા છતાં તંત્ર પોતે જ અત્યારે “લોકડાઉન” થઇ ગયું છે આવામાં કોઈ પ્રજાકીય અન્ય પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં સમર્થ ના હોય તેવું જણાવી રહ્યા છે, એવામાં લોકોએ પોતાની રીતે જ આ ગટરના પ્રશ્નોને હાથમાં લઇ જેમ તેમ કરીને આ ઉભરાતી ગટરના ત્રાસથી મુક્તિ મેળવવા પ્રયાસ કરી રહી છે, મોરબી ભગવતી પાર્ક-કુબેરનગર વિસ્તારના રહેવાસી હાર્દિક વી. લહેરું એ પોલીસ કમિશનરને લેખિતમાં ફરિયાદ કરતા કહ્યું છે કે, “હું ઉપરોક્ત સરનામે રહું છું. શેરીમાં ભૂગર્ભ ગટર ઉભરાતા શેરીમાં રહેતા અન્ય લોકો દ્વારા ભૂગર્ભ ગટરનો ઉભરાતો કચરો તેઓના ઘર ના નાખવા સૂચના આપ્યા પછી પણ તેઓના ઘર પાસે નાખતા ચકમક ઝરી હતી પોતાના ઘર પાસે ગટરની ગંદકી ઠાલવી દેતા શખ્સો સામે કાર્યવાહી કરવા તેમજ તેમના ઘરમાં 3 વર્ષની દીકરી હોય આવી ગંદકીથી રોગચાળો તેમના ઘરમાં દસ્તક દઈ શકે તેમ હોય તાત્કાલિક આનો નિકાલ કરવા કમિશ્નરને સોસાયટીના રહીશ હાર્દિક વી લહેરું એ એક લેખિત અરજીમાં જણાવ્યું હતું.

જામનગરની રંગમતી સોસાયટી હાપામાં પણ હાલત આવી જ છે

જામનગરના રંગમંતી સોસાયટીના રહેવાસીઓ ગટર ઉભરાવાથી ભારે ગંદી દુર્ગંધથી ઘરમાં રહેવું પણ મુશ્કેલ થઈ ગયું છે, અહીં ગટરના પાણીથી એપાર્ટમેન્ટના ફ્લોર આખો ભરાઈ ગયો છે. તંત્રને જાણ કરી છે પણ તંત્ર પોતે “લોકડાઉન” છે!! (અહેવાલ : મલકેશ બુધ્ધભટ્ટી, જામનગર)

તસ્વીર – અહેવાલ : મલકેશ બુધ્ધભટ્ટી, જામનગર

ઘરમાં રહો, સુરક્ષિત રહો, અને અન્યને પણ સુરક્ષિત કરો

કોરોના સામે ચાલી સહેલા યુદ્ધની પળ પળની માહિતીથી અપડેટ રહેવા નીચે આપેલ લિંક પરથી કોઈપણ એક વૉટ્સઍપ ગ્રુપની લિંક પર ક્લિક કરી ગ્રુપ જોઈન કરો.

GROUP LINK-04 DIVYAKRANTI NEWS B61

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63

GROUP LINK-07 DIVYAKRANTI NEWS B64

GROUP LINK-08 DIVYAKRANTI NEWS B65

GROUP LINK-09 DIVYAKRANTI NEWS B66

GROUP LINK-10 DIVYAKRANTI NEWS B67

GROUP LINK-11 DIVYAKRANTI NEWS B68

GROUP LINK-12 DIVYAKRANTI NEWS B69

GROUP LINK-13 DIVYAKRANTI NEWS B70